Rajkot : વરસાદ બાદ ધોરાજીમાં રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

|

Jul 26, 2022 | 9:43 AM

રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજી શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. જેના કારણે ધોરાજીની સિવિલ હોસ્પિટલ (Dhoraji civil hospital) દર્દીઓથી ઉભરાઇ રહી છે.

ચોમાસુ (Monsoon 2022) આવે કે તરત રોગચાળો (disease) ફાટી નીકળે છે, કારણ કે શહેરમાં અનેક સાઈટ પર પાણી ભરાતા મચ્છરોનો (mosquitoes) ઉપદ્રવ થવા લાગે છે અને તેના કારણે મચ્છરજન્ય અને પાણી જન્ય રોગચાળો શરૂ થઈ જાય છે. રાજકોટના ધોરાજીમાં પણ વરસાદ બાદ ધોરાજીના અનેક રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે હવે રસ્તાઓમાં વરસાદી પાણી ભરાઇ રહે છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં આખા વિસ્તારમાં ગંદા પાણી ફરી વળ્યા છે. પાણીમાંથી અનેક જીવાતો, ગંદકી ફેલાતા વિસ્તાર નર્કાગારમાં પરિવર્તિત થઇ ગયો છે. ગંદકીને પગલે અનેક રહિશો બિમાર પણ પડી રહ્યા છે.

દર્દીઓની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. જેના કારણે ધોરાજીની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. ચોમાસાની ઋતુના કારણે રોગચાળો વધુ ફેલાઇ રહ્યો છે પરિણામે છેલ્લા એક સપ્તાહથી તાવ, શરદી અને ઝાડા-ઉલટીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે. સિવિલમાં ઓપીડીમાં સરેરાશ 250 દર્દીઓની સરખામણીએ હાલ 400 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.

ઠેર-ઠેર ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ વધ્યો

ધોરાજી શહેરમાં ઠેર-ઠેર ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે લોકો દ્વારા રોગચાળો વધવાની ભિતી સેવાઈ રહી છે. જેથી સ્થાનિકો તંત્ર દ્વારા તાત્કાલિક રોગચાળાને કાબુમાં લેવામાં કોઇ કાર્યવાહી હાથ ધરાય તેવી માગ ઉઠી છે.

Next Video