Rajkot : દૂધના ત્રણ સેમ્પલ ફેલ ગયા, આરોગ્ય વિભાગે તહેવારોને લઈને ચેકિંગ હાથ ધર્યું

|

Sep 11, 2021 | 7:43 PM

રાજકોટના આરોગ્ય વિભાગે અખાદ્ય હોય તેવી સામગ્રીનો નાશ કર્યો છે. તેમજ થોડા સમય પહેલા લીધેલા 3 નમૂના ફેઈલ થયા હતા.

ગુજરાત(Gujarat)ના રાજકોટમાં કોર્પોરેશનના(RMC)આરોગ્ય વિભાગે અલગ અલગ સ્થળેથી લીધેલા દૂધના(Milk)3 નમૂના ફેઈલ માલૂમ પડ્યા છે. જેમાં હાલ ગણેશ ઉત્સવના(Ganesh Utsav)તહેવારને લઈને ખાણી-પીણીના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ સંતકબીર રોડ અને ભુપેન્દ્ર રોડ પર 20 વેપારીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું.

જેમાં રાજકોટના આરોગ્ય વિભાગે અખાદ્ય હોય તેવી સામગ્રીનો નાશ કર્યો છે. તેમજ થોડા સમય પહેલા લીધેલા 3 નમૂના ફેઈલ થયા હતા. જેમાં શિવશક્તિ ડેરી ફાર્મ, આશાપુરા ડેરી ફાર્મ અને બોલેરો કારમાંથી લીધેલા દૂધના નમૂના ફેઈલ આવ્યા હતા. તેમજ દૂધમાં ફોરેન ફેટની હાજરી, SNFઓછા અને B.Rરીડિંગ ધારા ધોરણ કરતા વધુ આવ્યા હતા.જે દૂધ આરોગ્ય માટે યોગ્ય જણાયું નથી.

આ પણ  વાંચો : Gujaratમાં સીએમ રૂપાણીની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી, તેમનો ભોગ લેવાયો : પરેશ ધાનાણી

આ  પણ વાંચો : Surat : સુરતના આર્ટિસ્ટની કમાલ, માત્ર 30 રૂપિયામાં તૈયાર કર્યા shadow art ના ગણપતિ

Next Video