Rajkot: કડવા અને લેઉઆ પાટીદારોની મળી બેઠક, થોડા દિવસ અગાઉ CM સાથે પણ કરી હતી મુલાકાત

|

Sep 26, 2022 | 8:38 PM

આ સામાજીક બેઠક હોવાનું બન્ને સમાજના આગેવાનોએ જણાવ્યું હતું. જોકે 10 દિવસ અગાઉ કડવા પાટીદાર સમાજના આગેવાનો CM સાથે પણ મુલાકાત કરી હતી. નોંધનીય છેકે લેઉઆ પાટીદાર સમાજના નરેશ પટેલ અંગે છેલ્લા કેટલાય સમયથી એવી ચર્ચાઓ સાંભળવા મળે છે કે તેઓ સક્રિય રાજકારણમાં ઝંપલાવી  શકે છે, પરંતુ તેઓએ દરેક વખતે આ બાબતને રદિયો આપ્યો છે. 

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી (Gujarat Vidhansabha Election 2022)  નજીક આવી રહી છે તેમ તેમ  વિવિધ સમાજના લોકો પણ  સક્રિય થઈ રહ્યા છે. રાજકોટ ખાતે લેઉઆ  પાટીદાર  (Leuva patidar) અને કડવા પાટીદાર  (Kadva patidar) વચ્ચે સરદાર પટેલ ભવન ખાતે બેઠક મળી હતી  આ બેઠકમાં લેઉઆ પાટીદાર નરેશ પટેલ  (Naresh Patel) અને રમેશ ટીલાળા હાજર રહ્યા હતા તો કડવા પાટીદાર સમાજના સીદસર ઉમિયા ધામના ચેરમેન મૌલેશ ઉકાણી, સીદસર ઉમિયા ધામના પ્રમુખ જયરામ પટેલ, જગદીશભાઈ કોટડીયા સહિતના કડવા પાટીદાર બેઠકમાં હાજર છે.

આ સામાજીક બેઠક હોવાનું બન્ને સમાજના આગેવાનોએ જણાવ્યું હતું. જોકે 10 દિવસ અગાઉ કડવા પાટીદાર સમાજના આગેવાનો CM સાથે પણ મુલાકાત કરી હતી. નોંધનીય છેકે લેઉઆ પાટીદાર સમાજના નરેશ પટેલ  અંગે છેલ્લા કેટલાય સમયથી  એવી ચર્ચાઓ સાંભળવા મળે છે કે તેઓ સક્રિય  રાજકારણમાં ઝંપલાવી  શકે છે, પરંતુ તેઓએ દરેક વખતે આ બાબતને  રદિયો આપ્યો છે.  તેઓ ઘણી વાર ભાજપના નેતાઓ અને ઘણી વાર કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળતા આ ચર્ચાઓને વેગ મળતો હોય છે.

Next Video