રાજકોટ સહિતના માર્કેટ યાર્ડમાં વિવિધ પાકોની આવક શરૂ

|

Jan 23, 2022 | 10:53 PM

કમોસમી વરસાદની આગાહીના પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા મરચા અને મગફળી સહિતની જણસની વાહનોમાં જ હરાજીનો નિર્ણય કરાયો હતો. જો કે હવે સોમવારથી માર્કેટ યાર્ડમાં મરચાની મોટા પ્રમાણમાં આવકો થશે.

રાજકોટ(Rajkot)સહિત સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટતા યાર્ડમાં(Market Yard) આવકો શરૂ થઇ છે. કમોસમી વરસાદનું જોર ઘટતા સૌરાષ્ટ્રના ખેડુતોએ(Farmers) રાહતનો શ્વાસ લીધો છે. જેમાં ખુલ્લામાં ઉતારવામાં આવતા મરચા અને મગફળી સહિતની આવકો શરૂ થશે. તો કપાસ સહિતની જણસની મોટા પ્રમાણમાં આવકો થશે. કમોસમી વરસાદની આગાહીના પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા મરચા અને મગફળી સહિતની જણસની વાહનોમાં જ હરાજીનો નિર્ણય કરાયો હતો. જો કે હવે સોમવારથી માર્કેટ યાર્ડમાં જ મરચાની મોટા પ્રમાણમાં આવકો થશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોરણાના ખેડૂતો હવે મરચાના વાવેતર તરફ વળ્યાં છે.આ વર્ષે મરચા અને ધાણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું હતું.પરંતુ ધુમ્મસ અને કમોસમી વરસાદને કારણે ધાણાનો પાક નિષ્ફળ ગયો છે.જેથી હવે ખેડૂતોને આશા છે કે મરચાના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળે.વાવેતરથી લઇ ઉત્પાદન સુધી એક વીઘા દીઠ 10 હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો છે.દવા, ખાતર,બિયારણ અને મજૂરી ખર્ચ મોંઘુ થઈ ગયું છે.જેથી મરચાના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યાં છે.

છેલ્લા ત્રણ વર્ષથી ધોરાજી અને જામકંડોરણાના ધરતીપુત્રોની કુદરતી અને માનવ સર્જિત આફતોને કારણે હાલત કફોડી છે.એટલે આ વર્ષે ખેડૂતોને આશા છે કે મરચાના પૂરતા ભાવ મળે એવી સરકાર વ્યવસ્થા કરી આપે.જેથી ખેડૂત નુકસાનીમાંથી બહાર આવી શકે.

આ પણ વાંચો :  Mahisagar : એસ.ટી.બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા 16,617 કેસ નોંધાયા, 19 મૃત્યુ

Next Video