ગુજરાતના રાજકોટના(Rajkot) સંતકબીર રોડ પરની એક જમીનનો વિવાદ(Land Dispute) ચર્ચામાં છે. જેમાં ભાઈ-બહેન વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો કોર્ટમાં કેસ છેલ્લા 10 વર્ષથી ચાલે છે ત્યારે આ જમીન બિન ખેતી કરી દેવામાં આવી છે. આ મામલે અજય નાથાણી નામના વ્યક્તિએ ધારાસભ્ય ગોવિંદ પટેલ(Govind Patel) વિરૂદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે. અજય નાથાણીનું કહેવું છે કે, તેમની માતા અને તેના ભાઈ વચ્ચેની જમીન વિવાદમાં છે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, તેમ છતા ગોવિંદ પટેલે તત્કાલિન કલેક્ટર રાહુલ ગુપ્તા પર દબાણ કરી વિવાદીત જમીનને બિનખેતી કરાવી નાંખી છે અને ત્યાં બાંધકામ પણ ચાલુ કરી દીધું છે. અજય નાથાણીએ માંગ કરી છે કે, ત્યાં તાત્કાલિક બાંધકામ બંધ કરવામાં આવે તો બીજી તરફ ગોવિંદ પટેલે તમામ આરોપ ફગાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પોલીસ તોડકાંડ મામલે ધારાસભ્ય ગોવિંદ પટેલે જ સીએમ ભૂપેન્દ્ર પટેલેને પત્ર લખ્યો હતો. તેમજ રાજકોટ પોલીસ દ્વારા અનેક કિસ્સાઓમાં તોડ કરવામાં આવતો હોવાની ફરિયાદ તેમણે કરી હતી. જેના પગલે આ સમગ્ર કેસની તપાસ ડીજીપી વિકાસ સહાયને સોંપવામાં આવી છે. તેમજ આ અંગે ફરિયાદી સખિયા બંધુએ પોલીસ વિરુદ્ધના વિડીયો પુરાવા પણ સોંપ્યા છે. જો કે આ દરમ્યાન પોલીસ વિરુદ્ધ તોડકાંડની ફરિયાદ કરનારા ધારાસભ્ય ગોવિંદ પટેલ વિરુદ્ધ પણ આક્ષેપો થયા છે. ત્યારે આ અંગે કઇ એજન્સી ધારાસભ્ય ગોવિંદ પટેલ વિરુદ્ધ તપાસ કરશે તે જોવાનો વિષય છે.
આ પણ વાંચો : ધોરણ 10 અને 12 પેપરલીક મામલે DEOએ સાયબર ક્રાઇમમાં અરજી કરી, અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી
આ પણ વાંચો : Kutch: લખપતના સાયણ ગામથી લક્ષ્યપથ પ્રોજેક્ટનો પ્રારંભ, 28 આરોગ્યમિત્રને તાલીમ અપાઇ