Rajkot : ભાદર છીપાવશે તરસ ! સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર નદીમાં પાણીનો પુરતો જથ્થો

|

May 12, 2022 | 9:59 AM

ભાદર ડેમ(Bhadar Dam) દ્વારા રાજકોટ, જેતપુર, વીરપુર સહિત 6 જેટલી જૂથ યોજનાઓને પાણી પુરુ પાડવામાં આવે છે.

ઉનાળામાં સૌરાષ્ટ્રના (Saurashtra) મોટાભાગના ગામડાઓમાં પીવાના પાણીની (Water Crisis) સમસ્યા સર્જાતી હોય છે.ત્યારે ભાદર-1 ડેમમાં આ વર્ષે પાણીની શું સ્થિતિ છે તે અંગે ટીવી નાઈનની ટીમ દ્વારા રિયાલીટી ચેકિંગ કરવામાં આવ્યું.ભાદર-1 ડેમને સૌરાષ્ટ્રની જીવાદોરી માનવામાં આવે છે. આ ડેમ દ્વારા રાજકોટ, જેતપુર, વીરપુર સહિત 6 જેટલી જૂથ યોજનાઓને પાણી પુરુ પાડવામાં આવે છે. સૌરાષ્ટ્રના 47 જેટલા ગામડાના 22 લાખ લોકોને પીવાનું તેમજ સિંચાઈનું (Irrigation) પાણી ભાદર ડેમ જ પુરુ પાડે છે.

ભાદર-1 ડેમની હાલની સ્થિતિની જો વાત કરીએ તો ડેમમાં અત્યારે 24.20 ફુટ પાણીની સપાટી છે. ડેમમાં અત્યારે 2,932 મિલિયન ક્યુબિક ફૂટ પાણીનો જથ્થો છે.

 વરસાદ ખેંચાય તો પણ નહિં સર્જાય પાણીની તંગી

એટલે કે આ જથ્થો 30 જુલાઈ સુધી જો વરસાદ ન પડે તો પણ ચાલી શકે તેટલો છે.આ વર્ષે વરસાદ પાછો ખેંચાય તો હાલની સ્થિતિ પ્રમાણે પાણીની સમસ્યા સર્જાય તેવું લાગતું નથી.ગત વર્ષે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડ્યો હતો જેના કારણે ભાદર-1 સહિતના મોટા ડેમો છલોછલ ભરાઈ ગયા હતાગત વર્ષની જેમ આ વર્ષે પણ સારો વરસાદ પડે તેવી ખેડૂતો મીટ માંડીને બેઠા છે.

Published On - 9:57 am, Thu, 12 May 22

Next Video