Rajkot : જેતપુરમાં પાણીનું પ્રદૂષણ બનશે ભૂતકાળ ! રૂ.150 કરોડના ખર્ચે થઇ રહ્યુ છે ફિલ્ટર પ્લાન્ટનું નિર્માણ

|

Aug 12, 2022 | 9:57 AM

પ્રદૂષણના (Pollution) ફેલાવા માટે જવાબદાર મુખ્ય પદાર્થ કોસ્ટિક છે. ફિલ્ટર પ્લાન્ટમાં (Filter plant) પ્રદૂષિત પાણીમાંથી કોસ્ટિક અને પાણી અલગ પાડવામાં આવશે.

રંગબેરંગી કોટન સાડીઓ માટે જેમ રાજકોટનું (Rajkot) જેતપુર વિશ્વભરમાં વખણાય છે તેવીજ રીતે તેના ઉદ્યોગો દ્વારા થતા પાણીના પ્રદૂષણ (Pollution) માટે તે વગોવાય પણ છે. જો કે આ પાણીનું પ્રદૂષણ હવે ભૂતકાળ બને તેવા દિવસો નજીકમાં છે. દેશનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણ ફિલ્ટર પ્લાન્ટ રાજકોટના જેતપુરમાં બની રહ્યો છે, ખાસ કરીને પ્રિન્ટિંગ ઉદ્યોગના પ્રદુષિત પાણીને ચોખ્ખુ કરવા માટે 150 કરોડના ખર્ચે બની રહેલા આ ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત થતા જેતપુરના (Jetpur) પાણી પ્રદૂષણનો પ્રશ્ન સંપૂર્ણ નાબૂદ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ જિલ્લાના જેતપુરમાં રૂ. 150 કરોડના ખર્ચે દેશનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ જેતપુરમાં બની રહ્યો છે. પ્રદૂષણના ફેલાવા માટે જવાબદાર મુખ્ય પદાર્થ કોસ્ટિક છે. ફિલ્ટર પ્લાન્ટમાં પ્રદૂષિત પાણીમાંથી કોસ્ટિક અને પાણી અલગ પાડવામાં આવશે. ત્યારબાદ બંનેનું શુદ્ધિકરણ કરી તેને એકમોમાં ફરીવાર ઉપયોગમાં લેવામાં આવશે. પ્રિન્ટિંગ ઉદ્યોગ અને ખાસ કરીને કપડાના પ્રોસેસમાં કોસ્ટિકનો મોટો ઉપયોગ થાય છે અને તેજ પાણીને પ્રદુષિત કરે છે. જો આ ઉદ્યોગમાંથી નીકળતા પાણીમાંથી કોસ્ટિક કાઢી નાખવામાં આવે તો જેતપુરમાં થતા પાણીના પ્રદુષણની તમામ સમસ્યાનો હલ આવી જાય. જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિયન દ્વારા બનાવેલા આ કોસ્ટિક રિકવરી પ્લાન્ટમાં ફિલ્ટર થતા પાણીના કુલ 8 % જેટલું કોસ્ટિક છૂટું પાડવામાં આવશે, બાકીનું પાણી શુદ્ધ બનશે. જેનો ફરી ઉપયોગ કરવામાં આવશે.

દેશનો સૌથી મોટો કોસ્ટિક રિકવરી અને રિયુઝ પ્લાન્ટ જેતપુરમાં બની રહ્યો છે અને તેનું કામ પૂર્ણતાના આરે છે, જેમાં રોજના 15 લાખ લીટર પાણીને ફિલ્ટર કરીને તેની સાથે કોસ્ટિક પણ રિકવર કરવામાં આવશે. આ પ્લાન્ટમાં પાણીને ગરમ કરીને કોસ્ટિક રિકવર કરવા સાથે ડિસ્ટીલ વોટર મેળવામાં આવે છે. જે જોતા જેતપુરનું પ્રદુષણ ભૂતકાળ બનશે તે ચોક્કસ છે.

Next Video