Rajkot : ટિકિટનો કકળાટ યથાવત ! કોંગ્રેસથી ના ‘રાજી’ જેતપુર તાલુકા પ્રમુખે હોદ્દા પરથી આપ્યુ રાજીનામુ

|

Nov 16, 2022 | 8:12 AM

જેતપુરમાંથી બેઠક પર તેમણે ટિકિટ માગી હતી. આ માટે કિરિટ પાનેલીયાએ પ્રદેશ સ્તરે અનેક વખત રજૂઆત કરી હતી. તેમણે સમઢીયાળા ગામે સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન પણ કર્યુ હતુ.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :  રાજકોટના જેતપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખે હોદ્દા પરથી રાજીનામું આપી દીધુ છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિરીટ પાનેલીયાએ રાજીનામું આપ્યુ છે. જેતપુરમાંથી બેઠક પર તેમણે ટિકિટ માગી હતી. આ માટે કિરિટ પાનેલીયાએ પ્રદેશ સ્તરે અનેક વખત રજૂઆત કરી હતી. તેમણે સમઢીયાળા ગામે સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન પણ કર્યુ હતુ. જો કે ટિકિટની માગ પૂર્ણ ન થતા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

ટિકિટની ખેંચતાણના કારણે અનેક નેતાઓમાં નારાજગી

ગુજરાત ઈલેક્શન 2022 :  દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમનું દર્દ છલકાયું છે. કોંગ્રેસની સભામાં વિક્રમ માડમે હકુભા જાડેજા, કાંધલ જાડેજા અને તેમની ત્રિપુટી તૂટ્યાનો સ્વીકાર કર્યો. વિક્રમ માડમે જણાવ્યું કે અમારી ત્રિપુટીને કારણે કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયુ. કાંધલ જાડેજાને NCP ની ટિકીટ ન મળી. હકુભાને ભાજપ ટિકિટ ન આપી અને હવે બાકી રહેલા વિક્રમ માડમને પણ પુરા કરી નાખો….!

Next Video