Rajkot: લઠ્ઠાકાંડ બાદ પણ તંત્ર ઉંઘમાં, રાજકોટના કુબલિયાપરામાં ઠેર – ઠેર ધમધમી રહી છે દારૂની ભઠ્ઠીઓ, જુઓ ટીવી9 નો એક્સલુઝીવ રીપોર્ટ

|

Jul 26, 2022 | 1:57 PM

TV9એ અહેવાલ પ્રસારિત કરતાં જ પોલીસની (Rajkot Police) ટીમ કુબલિયાપરા પહોંચી અને દારૂની ભઠ્ઠીઓ મુદ્દે કાર્યવાહી શરૂ કરી. પરંતુ સવાલ એ છે કે અહીં કોની રહેમનજર હેઠળ ધમધમી રહી છે દારૂની ભઠ્ઠીઓ. શું રાજકોટમાં પણ ઝેરી દારૂકાંડ થવાની રાહ જોવાઇ રહી છે ?

બરવાળા ઝેરી દારૂકાંડમાં અનેક જિંદગી હોમાઇ ગઇ છે. તેમ છતાં બુટલેગરોને જાણે કે તંત્ર અને પોલીસનો કોઇ ખૌફ ન હોય તેમ તેઓ બેરોકટોક પણે દારૂનું વેચાણ કરી રહ્યા છે. રાજકોટના (Rajkot Latest News) કુબલિયાપરામાં દેશી દારૂની અનેક ભઠ્ઠીઓ ધમધમી રહી છે. જેના કારણે પોલીસ (Rajkot Police) અને તંત્રની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. કુબલિયાપરામાં ઠેર-ઠેર બેરોકટોકપણે દેશી દારૂ બની રહ્યો છે. TV9ની ટીમે કુબલિયાપરા પહોંચી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ કર્યો છે. TV9ના કેમેરામાં દારૂની ભઠ્ઠીઓ કેદ થઇ. TV9એ અહેવાલ પ્રસારિત કરતાં જ પોલીસની ટીમ કુબલિયાપરા પહોંચી અને દારૂની ભઠ્ઠીઓ મુદ્દે કાર્યવાહી શરૂ કરી. પરંતુ સવાલ એ છે કે અહીં કોની રહેમનજર હેઠળ ધમધમી રહી છે દારૂની ભઠ્ઠીઓ. શું રાજકોટમાં પણ ઝેરી દારૂકાંડ થવાની રાહ જોવાઇ રહી છે ?

ઝેરી દારૂકાંડને પગલે વિપક્ષે સરકારને આડે હાથ લીધી

ધંધુકાના કૉંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલે (rajesh gohil) ઝેરી દારૂકાંડની ઘટનાને શરમજનક ગણાવી.રાજેશ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા.અને પગલાં ન લેવાય તો આંદોલનની ચીમકી આપી તેમણે કહ્યું કે રોજીદ ગામના સરપંચની રજૂઆત બાદ તેમણે અનેકવાર પોલીસને રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી.

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor) દારૂકાંડ પાછળ ભાજપની સરકારને (Gujarat Govt) જવાબદાર ઠેરવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે સરકારની રહેમ નજર હેઠળ ગામેગામ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. આ તરફ દીલ્લીના મુખ્યમંત્રી આપ નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે, તેમણે પણ આ લઠ્ઠાકાંડને વખોડ્યો હતો અને ભાજપ પર આકરાં પ્રહારો કર્યા હતા.

Next Video