Rajkot : કોઠારીયામાં ફ્રી નિદાન કેમ્પમાં બબાલ, અકળાયેલા ભાજપના નેતાએ ચાલતી પકડી, જુઓ Video

|

Apr 12, 2023 | 2:19 PM

લાંબા સમયથી શહેરના બાકી કામોને લઈ પ્રજા આક્રોશના મૂળમાં આવી છે. ત્યારે આ બાકી કામો બાબતે રાજકોટનું રાજકારણ ગરમાયું છે. રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં બાકી કામોને લઈ જાહેરમાં બબાલ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા

પ્રાથમિક સુવિધા પૂરી પાડવી એ ચુટાયેલી પાંખની જ્વાબદારી હોય છે. પરંતુ આવી સુવિધા લોકો સુધી નહીં પહોચતા હોવાની વારંવાર ફરિયાદો ઊભી થતી હોય છે. રાજકોટમાં આવીજ સ્થિતિ સર્જાઈ છે. લાંબા સમયથી શહેરના બાકી કામોને લઈ પ્રજા આક્રોશના મૂળમાં આવી છે. ત્યારે આ બાકી કામો બાબતે રાજકોટનું રાજકારણ ગરમાયું છે. રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં બાકી કામોને લઈ જાહેરમાં બબાલ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં ભાજપના જ કાર્યક્ર્મમાં બબાલ થઈ હતી. કોઠારી વિસ્તારમાં ફ્રી નિદાન કેમ્પ ચાલી રહ્યો હતો જેમાં આ ઘટના ઘટી હતી.

રાજકીય અગ્રણીની ઝાટકણી

કેટલાય સમયથી પ્રજાના બાકી કામો હતા જેને લઈ વારંવાર તંત્રને રજૂઆત કરવા છતા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવી હતી. કાર્યક્ર્મમાં આવેલા રાજકીય અગ્રણીની ઝાટકણી કાઢી હતી. સ્થાનિકોના હોબાળાને લઈ મેયર અને ધારાસભ્યોને ભાગવું પડ્યું હતું. રસ્તા અને પાણીના મુદ્દે આ હોબાળો થયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

ધારાસભ્ય ચાલુ કાર્યક્રમે ભાગ્યા

આ વિસ્તારમાં 3 વર્ષથી રસ્તા ખોદાયા પરંતુ કામ ન થતું હોવાનો સ્થાનિકોનો આરોપ હતો. મહત્વનુ છે આ આરોપ સાથે સ્થાનિકો દ્વારા હોબાળો કરતાં જોવા જેવી થઈ હતી. કારણ કે હોબાળો ઊભો થવાની વાત સામે આવતા જ ધારાસભ્ય રમેશ ટિલાળા, દર્શિતા શાહને ચાલુ કાર્યક્રમે પરત જવું પડ્યું. ફ્રી નિદાન કેમ્પ ચાલી રહ્યો હતો જે દરમ્યાન ચાલુ કાર્યક્રમે સ્થાનિકોના હોબાળાથી મેયર અને ધારાસભ્યોને સ્થળ છોડી જવું પડ્યું.

આ પણ વાંચો : ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરાનો રેકોર્ડબ્રેક ભાવ બોલાતા ધરતીપુત્રો ખુશખુશાલ, જુઓ Video

રસ્તા પર ઉતરી આવેલા લોકોએ ધારાસભ્યની ગાડીનો ઘેરાવો કર્યો સાથે પોતાની માંગ માટે ઉગ્ર રજૂઆત પણ સ્થાનિકોએ કરી હતી. વોર્ડના તમામ ભાજપના ચુટાયેલા સભ્યો હોવા છ્તા કોઈ વાત ધ્યાને લેવામાં નહીં આવી રહી હોવાની ફરિયાદ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video