રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસ-મગફળીની પુષ્કળ આવક, સારા ભાવ મળતા ખેડૂતો ખુશ

| Edited By: | Updated on: Jan 01, 2022 | 9:38 AM

ગુજરાતમાં ગયા વર્ષે ખેડૂતોને કપાસના ભાવ મણ દીઠ 1300થી 1350 રૂપિયા મળતા હતા. પણ ચાલુ વર્ષે ઊંચા ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ છે.

ગુજરાતમાં(Gujarat) રાજકોટના(Rajkot)ધોરાજી માર્કેટ યાર્ડમાં(Dhoraji)કપાસ-મગફળીની પુષ્કળ આવક થઈ છે.કપાસ અને મગફળીની વધુ આવકથી માર્કેટ યાર્ડ ઉભરાયું છે. વર્ષના છેલ્લા દિવસે કપાસ-મગફળીના સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. ખેડૂતોને કપાસના મણ દીઠ 2 હજાર 50 સુધી અને મગફળીના મણ દીઠ 1 હજાર 125 રૂપિયા ભાવ મળી રહ્યા છે.

ચાલુ વર્ષે ઊંચા ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ

જેમાં ગયા વર્ષે ખેડૂતોને કપાસના ભાવ મણ દીઠ 1300થી 1350 રૂપિયા મળતા હતા. પણ ચાલુ વર્ષે ઊંચા ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ છે. ધોરાજી માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી કપાસની પ્રતિ દિવસ 900થી 1000 ગૂણી અને મગફળીની પ્રતિ દિવસ 1000થી 1200 ગૂણીની આવક થઈ રહી છે.

 

આ  પણ વાંચો : અમદાવાદ શહેરમાં કોરોના બ્લાસ્ટ, છેલ્લા 10 દિવસમાં 1883 કેસ નોંધાયા

આ પણ વાંચો :  Corona Vaccination: 15-18 વયજૂથના કોરોના રસીકરણની નોંધણી આજથી શરૂ, 3 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે રસી

Published on: Jan 01, 2022 09:38 AM