સૌરાષ્ટ્રમાં GST વિભાગનો સપાટો, કરોડોના બેનામી વ્યવહારો કરનાર આરોપીને ઝડપી પાડ્યો

|

Sep 09, 2022 | 1:26 PM

મુખ્ય પેઢીના સંચાલક હિરણ્ય ઉમાકાંત દેસાઈને (Umakant Desai) સમન્સ આપવા છતાં તે તપાસથી ભાગી રહ્યો હતો. તે અમદાવાદથી દુબઈ ભાગી જવાની ફિરાકમાં હતો

કરોડોના બોગસ બિલિંગ કૌભાંડમાં (Bogus Bill Scam) GST વિભાગને મોટી સફળતા મળી છે. GSTના અધિકારીઓએ ભાવનગરની પેઢીના માલિકની ધરપકડ કરી છે. ભાવનગર સહિત રાજ્યના અનેક સ્થળોએ સ્ટેટ જીએસટીની ટીમે (GST Team) દરોડા પાડીને 70 કરોડથી વધુના બોગસ બિલિંગનું કરોડોનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. મુખ્ય પેઢીના સંચાલક હિરણ્ય ઉમાકાંત દેસાઈને (Umakant Desai) સમન્સ આપવા છતાં તે તપાસથી ભાગી રહ્યો હતો. તે અમદાવાદથી દુબઈ ભાગી જવાની ફિરાકમાં હતો. આ દરમિયાન GST વિભાગે તેને ઝડપી પાડ્યો હતો.

ખોટી વેરા શાખ મેળવી હોવાનું તપાસમાં બહાર આવ્યું

સ્ટેટ GSTના સૂત્રો પ્રમાણે, એકોસ્ટ ઈમ્પેક્ષ પ્રાઈવેટ લિમીટેડના ભાવનગર (bhavnagar) અને અમદાવાદ (Ahmedabad) સહિતના ધંધાનાં સ્થળોએ 29 જૂન 2022નાં રોજ દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. એકોસ્ટ ઈમ્પેક્ષ કંપનીએ 28 જેટલી બોગસ પેઢી પાસેથી આશરે 70.65 કરોડની બોગસ ખરીદીનાં બેનામી વ્યવહારો કર્યા હતા. આ વ્યવહારોનાં કોઈ બિલો જ મેળવવામાં આવ્યા ન હતા. અને બોગસ વ્યવહારો થકી આશરે 12.79 કરોડની ખોટી વેરા શાખ મેળવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

Published On - 1:24 pm, Fri, 9 September 22

Next Video