Rajkot: તેલનો ખેલ: સિંગતેલનો ભાવ છેલ્લા 5 વર્ષની ઐતિહાસિક સપાટીએ, સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચ્યો

|

Aug 26, 2022 | 10:45 AM

મોંઘવારીમાં પીસાતી પ્રજા પર વધુ એક માર પડ્યો છે. ફરી એકવાર સિંગતેલના (groundnut oil) ભાવ આસમાને પહોંચ્યાં છે. સાતમ આઠમ પછી સિંગતેલમાં તોતિંગ વધારો થયો છે. સિંગતેલમાં ડબ્બાએ 70 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે.

સામાન્ય જનતા સતત મોંઘવારીથી (inflation) પીસાતી જઇ રહી છે. પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel), ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો જઇ રહયો છે. મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. ત્યારે હવે ખાદ્ય તેલના (Edible oil) ભાવમાં ફરી વધારો થયો છે. સિંગતેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો થયો છે. રાજકોટમાં (Rajkot) સિંગતેલના (groundnut oil) ડબ્બાનો ભાવ 3000 રુપિયા પહોંચ્યો છે. વારંવાર સિંગતેલના ભાવમાં વધારો નોંધાતા સામાન્ય જનતાને હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે.

સિંગતેલના ભાવમાં વધારો

મોંઘવારીમાં પીસાતી પ્રજા પર વધુ એક માર પડ્યો છે..ફરી એકવાર સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યાં છે. સાતમ આઠમ પછી સિંગતેલમાં તોતિંગ વધારો થયો છે. સિંગતેલમાં ડબ્બાએ 70 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારાની સાથે જ સિંગતેલ ડબ્બાનો ભાવ 3 હજાર રૂપિયાની રેકોર્ડ ઉંચાઈએ પહોંચ્યો છે. છેલ્લા 15 દિવસમાં સિંગતેલના ભાવમાં 180 રૂપિયાનો વધારો થયો છે. જેને લઇ મધ્યમ વર્ગની કમર ભાંગી ગઇ છે. ગૃહિણીનું બજેટ ખોરવાયુ છે. હવે તો પાણીમાં વઘાર કરવો પડે તો નવાઇ નહીં.

શું છે વેપારીઓનો મત ?

વેપારીઓનું કહેવું છે કે, પાંચ વર્ષમાં આટલા ઉંચા ભાવ જોવા મળ્યા નથી. ભાવ વધારાને લઇ એડિબલ ઓઇલ એસોસિએશનના પ્રમુખ સમીર શાહે PM મોદીને પત્ર લખ્યો છે. મોંઘવારી અને ગુજરાતની ચૂંટણીને લઈ ફેરવિચારણા કરવા માગ કરી છે. એટલું જ નહીં તેલ ઉદ્યોગ માટે બંધ કરવામાં આવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ફરી ચાલુ કરવામાં આવે તેવી પણ માગ કરી છે. વેપારીઓનું કહેવુ છે કે, પુરવઠા વિભાગ દ્વારા તહેવારોના સમયમાં જો ખાદ્યતેલના ભાવમાં અંકુશ રાખવાની કામગીરી કરવામાં આવી હોત તો આ જે પ્રકારના ભાવની અસ્થિરતા છે તે ન જોવા મળત. ફરી એકવાર સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થતા સામાન્ય માણસ પર તેની અસર થઇ રહી છે.

Next Video