રાજકોટઃ કોરોના કેસોને લઈને એક્શનમાં શિક્ષણ વિભાગ, જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા શાળાઓમાં તપાસ

|

Dec 20, 2021 | 4:08 PM

બીજી તરફ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પણ કોરોનાના (Corona) વધતા કેસોને કોરોના કેર કમિટીની રચના કરી છે.જેમાં દરેક શાળાના સંચાલક,આચાર્ય,શિક્ષક અને વાલીઓને સાથે રાખીને કમિટી તૈયાર કરી છે. આ કમિટી શાળામાં કોરોનાની ગાઇડલાઇનનું (Corona's guideline) પાલન થાય છે કે કેમ તે અંગેની સમિક્ષા કરશે.

રાજકોટમાં શાળાઓમાં કોરોના (Corona) સંક્રમણ વઘી રહ્યું છે આજે રાજકોટની (Rajkot) સરસ્વતી શિશુમંદિરમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Report) આવ્યો છે.શાળાઓમાં વધતા કેસોનો પગલે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્રારા અલગ અલગ ૬ ટીમો બનાવીને શાળાઓમાં તપાસ હાથ ધરી હતી અને શાળાઓ દ્રારા કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય છે કે કેમ તે અંગે ચકાસણી કરી હતી અને જરૂર પડીએ શાળાને સૂચન આપ્યા હતા, બીજી તરફ શહેરની વિવિધ ખાનગી શાળાઓમાં કોરોનાના કેસ સામે આવતા જિલ્લા કલેક્ટરે તમામ શાળાઓમાં (Online) ઓનલાઇન અને ઓફલાઇન (OFF line) શિક્ષણ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પણ કોરોનાના (Corona) વધતા કેસોને કોરોના કેર કમિટીની રચના કરી છે.જેમાં દરેક શાળાના સંચાલક,આચાર્ય,શિક્ષક અને વાલીઓને સાથે રાખીને કમિટી તૈયાર કરી છે. આ કમિટી શાળામાં કોરોનાની ગાઇડલાઇનનું (Corona’s guideline) પાલન થાય છે કે કેમ તે અંગેની સમિક્ષા કરશે.જો કે શાળા સંચાલક મંડળે હાલના સંજોગોમાં શાળાઓ બંઘ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે જો શાળાઓ બંધ થાય તો વિધાર્થીઓને નુકસાન પહોંચશે તેવો દાવો કર્યો છે.

આ પણ વાંચો : Vibrant Gujarat Global Summit-2022 : નિકાસ પ્રેરિત વિકાસ’’ અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવે છે : મુખ્યમંત્રી

આ પણ વાંચો : પોલેન્ડમાં ‘લોકશાહી’ ખતમ થવાનું સંકટમાં! દેશભરમાં મીડિયાની સ્વતંત્રતા માટે સૂત્રોચ્ચાર કરતા હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા

Next Video