Rajkot: સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા પૂર્વ સીએમના ઘરે, સાથે બેસીને પીધી ચા- તસવીરો થઈ કેમેરામાં કેદ

|

Jun 12, 2022 | 10:24 PM

નોંધનીય છે કે, રાજકોટ (Rajkot) ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં આજના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સાંસદ, મંત્રીઓ, મેયર તથા વિવિધ સંસ્થાના હોદેદારો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ (Rajkot Latest News) ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ કાર્યક્રમની શરૂઆત પહેલા પહેલા ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના (Vijay Rupani) ઘરે મહેમાન બન્યા હતા. બંને નેતાઓ ખૂબ જ હળવા અંદાજમાં જોવા મળ્યા હતા, તેમજ સાથે ચાની ચુસ્કી પણ લીધી હતી. નોંધનીય છે કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં આજના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સાંસદ, મંત્રીઓ, મેયર તથા વિવિધ સંસ્થાના હોદેદારો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે આવો પ્રસંગ ભાગ્યે જ મળે છે, આપણે નસીબ વાળા છીએ વરસાદની શરુઆત આવા કાર્યક્રમમાં થઈ. આ સાથે તેમણે રાજ્યમાં સારા વરસાદની કામના પણ કરી હતી. ઉલેલેખનીય છે કે વેપાર-ઉદ્યોગની વરિષ્ઠ અને 67 વર્ષની મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનના વિશાળ સભ્ય પરિવારનું સ્નેહમિલન, સંગીત સંધ્યા અને વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળીઓના સન્માન સમારંભનું આયોજન સાંજના 6 વાગ્યે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ગોલ્ડન કલ્યાણ પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું.

Next Video