આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજમાં કેદ થઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, પૂરપાટ ઝડપે આવી રહેલ કારચાલકે આગળ જતા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રીક્ષાચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. તો કાર ચાલકને A ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.
Rajkot : રાજકોટમાં બેફામ કાર (Car) ચાલકોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વધુ એક બેફામ કારચાલકે વાહનોને અડફેટે લીધા હતા. વિરાણી ચોક નજીક બેફામ કાર ચાલકે 2 રીક્ષાને અડફેટે લીધી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજમાં કેદ થઈ હતી. જેના વિડીયો સામે આવ્યા છે.
CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, પૂરપાટ ઝડપે આવી રહેલ કારચાલકે આગળ જતા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રીક્ષાચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. તો કાર ચાલકને A ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.