Rajkot: બાલાજી મંદિર પરિસરમાં ગણેશ મહોત્સવના વિવાદ મામલો, ભાજપ પ્રમુખનુ નિવેદન-વાતચીત ચાલે છે, સુખદ અંત આવશે, જુઓ Video

|

Sep 16, 2023 | 3:06 PM

બાલાજી મંદિર પરિસરમાં ગણેશ મહોત્સવને લઈ હવે વિવાદ ઉકેલાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યુ છે કે, હવે સમાધાનકારી વલણ વડે બંને પક્ષ દ્વારા હકારાત્મક વાતચીત કરી રહ્યા છે. આમ હવે આ મામલામાં સુખદ અંત આવી શકે એમ છે. ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યુ કે અમારી બંને પક્ષો સાથે વાતચીત ચાલી રહ્યા છે. સારા વાતાવરણની વચ્ચે ગણેશ મહોત્સવ ઉજવાય એવો અભિગમ છે. રાજકીય કે સામાજીક રીતે વાતાવરણ ના ડહોળાય એ અંગે અમારો પ્રયાસ છે.

આ પણ વાંચોઃ Aravalli: MLA પીસી બરંડાની પત્નિને બંધક બનાવી લૂંટ આચરવાનો મામલો, 9.40 લાખની મત્તા લુંટારુ ઉઠાવી ગયા

એક તરફ છેલ્લા 12 વર્ષથી મહોત્સવનુ આયોજન કરતા આયોજકો છે, જ્યારે બીજી તરફ બાલાજી મંદિરનુ સંચાલન કરતા વડતાલ સ્વામીનારાયણ મંદિરના સંતો છે. બે દિવસ અગાઉ ગણેશ મહોત્સવ માટે અહીં તૈયારીઓ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મંદિરના પરિસર વિસ્તારમાં કપચી અને અન્ય ઢગલા ખડકી દેવામાં આવ્યા હતા. જોકે હવે આ વિવાદનો અંત લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ હવે નિયત સ્થળે જ મહોત્સવનુ આયોજન થાય એવી સંભાવનાઓ છે.

રાજકોટ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video