રાજકોટ મહાનગરપાલિકાએ બીયુ પરમિશન વગરની હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરી, 8 હોસ્પિટલ સીલ કરી

|

Dec 22, 2021 | 5:05 PM

ગુજરાત હાઇકોર્ટે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને બિલ્ડિંગ યુઝ(BU)પરમિશનના બાંધકામ વિરુદ્ધહ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે

ગુજરાત(Gujarat)  હાઈકોર્ટની ટકોર બાદ રાજકોટ(Rajkot) મહાનગરપાલિકા તંત્ર સજ્જ થયું છે. તેમજ શહેરમાં બિલ્ડિંગ યુઝ(BU)પરમિશન વગરની હોસ્પિટલ પર તવાઈ બોલાવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ(RMC)  જુદા જુદા વિસ્તારમાં કુલ 8 હોસ્પિટલ સીલ કરી દીધી છે. દાવો છે કે, અગાઉ હોસ્પિટલને પરમિશન લેવા માટે નોટિસ આપી હતી જો કે, હોસ્પિટલોએ ધ્યાને ન લેતાં મનપાએ કાર્યવાહી કરી છે.

ગુજરાત હાઇકોર્ટે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને બિલ્ડિંગ યુઝ(BU)પરમિશનના બાંધકામ વિરુદ્ધહ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જેમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગરની શાળા, હોસ્પિટલો અને કોમર્શિયલ બિલ્ડિંગો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ મહાનગર પાલિકાએ હાઇકોર્ટના આદેશના પગલે હવે બીયુ વગરના કોમર્શિયલ યુનિટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Ahmedabad : શાળાઓમાં કોરોનાના કેસો વધતા સરકારે પરિપત્ર જાહેર કર્યો, પરિપત્રનું પાલન થાય છે કે નહીં તે જાણવા tv9નો પ્રયાસ

આ પણ વાંચો :ગુજરાતમાં 23 અને 24 ડિસેમ્બરના રોજ ચાર જિલ્લામાં 11 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે

Next Video