રાજસ્થાન કોંગ્રેસની ઉથલપાથલ વચ્ચે BJP પ્રદેશ અધ્યક્ષ સતિષ પુનિયા ગુજરાતમાં, મા અંબાના લીધા આશીર્વાદ

|

Sep 29, 2022 | 9:41 AM

રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ સતિષ પુનિયાએ કહ્યું કે, 2023માં પૂર્ણ બહુમતિથી રાજસ્થાનમાં ભાજપની સરકાર બનશે અને 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપ 25 સીટો જીતશે.

એક તરફ રાજસ્થાન કોંગ્રેસમાં (Rajasthan Congress) રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. બીજી તરફ રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતિષ પુનિયા ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સતિષ પુનિયાએ (BJP President Satish Poonia) જગત જનની મા અંબાના દરબારમાં આશિષ લીધા હતા. નવરાત્રીના (Navratri 2022) પાવન પર્વ નિમિત્તે સતિષ પુનિયા સિરોહી અને જાલોરના નેતાઓ સાથે અંબાજી પહોંચ્યા હતા. અને અંબાજી મંદિરમાં (Ambaji Temple) માતાજીના દર્શન કર્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીના રાજસ્થાન પ્રવાસને લઈને સતિષ પુનિયાએ કહ્યું, આબુરોડ હેલીપેડ પર વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું, 2023માં પૂર્ણ બહુમતિથી રાજસ્થાનમાં ભાજપની સરકાર બનશે અને 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપ 25 સીટો જીતશે.

વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ એક્શન મોડમાં

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) લઇને ભાજપે (BJP) તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું કેન્દ્રિય નેતૃત્વ પણ એક્શન મોડમાં છે. જેમાં રાજ્યના પીએમ મોદી ને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) પ્રવાસો વધ્યા છે. જેમાં પીએમ મોદીના 2 દિવસના પ્રવાસ બાદ ફરી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. તેમજ ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને સંગઠનના લોકો સાથે બેઠકનું આયોજન કરશે. આ પૂર્વે મંગળવારે પણ અચાનક સંગઠનના મુખ્ય લોકો સાથે બેઠક યોજી હતી.

Next Video