દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ : ભરૂચમાં વૃક્ષ ધરાશાયી થવાથી ચક્કાજામ થયા, ડાંગની સુંદરતા ખીલી

|

Jun 30, 2022 | 12:39 PM

અંકલેશ્વર - વાલિયા રોડ ઉપર વરસાદ દરમ્યાન એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું હતું.મુખ્ય માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.

આજે વહેલી સ્વાર્થી ભરૂચ(Bharuch) જિલ્લામાં વરસાદી માહોલ નજરે પડી રહ્યો છે. ભરૂચ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધરાને ભીંજવી છે. આ સાથે તાપમાન પણ નીચું ગયું છે. વરસાદી ઝાપટાઓની હાજરી વચ્ચે ઝરમર વરસી રહેલા વરસાદના કારણે વાતવરણમાં ઠંડક પ્રસરી છે. ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની હાજરી નોંધવા છતાં ભરૂચમાં મેઘરાજાએ રીસામણા લીધા હતા જે આજે દૂર થયા છે. ભરૂચમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અંકલેશ્વરમાં એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બાદ ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

અંકલેશ્વર – વાલિયા રોડ ઉપર વરસાદ દરમ્યાન એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું હતું.મુખ્ય માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. આ રોડ ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. તંત્રએ ઘટના બાદ તાત્કાલિક વૃક્ષને હટાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. ભરૂચ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની હાજરી નોંધાઈ છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં સૌથી વધુ સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભરૂચ અને પારડીમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ડાંગમાં વરસાદના વિરામ સાથે નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે વરસાદના પગલે ડાંગના અનેક ધોધ સક્રીય થઈ ગયા છે. વરસાદ વરસતાની સાથે જ પ્રકૃતી સોળે કળાએ ખીલી ઉઠી છે અને નયનરમ્ય નાજારાઓ જોવા મળી રહ્યા છે.  આ સાથે રાજ્યમાં આગામી 5 દિવસ મેઘમહેર યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે.

Published On - 12:37 pm, Thu, 30 June 22

Next Video