ગુજરાતના અનેક જિલ્લામાં પાછોતરો વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

|

Oct 11, 2022 | 9:34 PM

ગુજરાતમાં પાછોતરા વરસાદે ખેડૂતોના ઊભા પાક પર કહેર વરસાવ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે.ગીર સોમનાથના કોડીનાર સહિત તાલાલા પંથકના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. અને માર્કેટિંગ યાર્ડમાં પણ પાક સાચવવા માટે દોડાદોડી થઈ હતી.

ગુજરાતમાં(Gujarat)  પાછોતરા વરસાદે(Rain)  ખેડૂતોના(Farmers)  ઊભા પાક પર કહેર વરસાવ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતના વરાછા, કાપોદ્રા, સ્ટેશન રોડ, અઠવાલાઈન્સ સહિતના વિસ્તારમાં વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું હતું… તો અમરેલીના સાવરકુંડલા અને રાજુલા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.. આ સાથે ગીર સોમનાથના કોડીનાર સહિત તાલાલા પંથકના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. અને માર્કેટિંગ યાર્ડમાં પણ પાક સાચવવા માટે દોડાદોડી થઈ હતી.

સુરતમાં પણ અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

મહત્વનું છે કે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર પૂર્ણાહુતી થઈ ગઈ છે. પરંતુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા હવામાન પર તેની અસર જોવા મળી છે. ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થઇ ગયુ હોવા છતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરત શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો. સુરત શહેરના વરાછા, કાપોદ્રા, સ્ટેશન રોડ, અઠવાલાઈન્સ સહિતના વિસ્તારમાં વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે. પીપલોદ, રાંદેર, અડાજણ, ડુમ્મસ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના પગલે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે. વરસાદને પગલે ડાંગર પકવતા ખેડૂતોને મોટા નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં ડાંગર નો ઉભો પાક નાશ પામે તેવી શક્યતા વર્તાય રહી છે. એક અંદાજ મુજબ, આશરે 50 કરોડ નું અંદાજિત નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 3 લાખ ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે. જેમાં 8 થી 12 હજાર હેકટરમાં ડાંગર નું વાવેતર કરવામાં આવે છે. એક અંદાજ મુજબ, દર વર્ષે 500 કરોડ ની આવક ડાંગરની ખેતી માંથી ખેડૂતોને થાય છે.

Published On - 9:26 pm, Tue, 11 October 22

Next Video