સતત બીજા દિવસે વરસાદ: વલસાડ જિલ્લાના વાતાવરણમાં બે દિવસથી પલટો, શિયાળુ પાકને નુકસાનની ભીતિ

|

Dec 13, 2022 | 11:45 PM

Valsad: સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે ખેડૂતોમાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે

વલસાડમાં જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ થયો હતો. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં કમોસમી ઝાપટા પડ્યા હતા. ભર શિયાળે જાણે અષાઢ મહિનામાં હોય તેવો વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લામાં સતત બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બે દિવસથી કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી છે. શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. જો કે હવામાન વિભાગ દ્વારા પણ આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જેના કારણે ખેડૂતોની ચિંતા ડબલગણી વધી ગઈ છે.

મૈડુસ વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં  સર્જાયેલા ચક્રવાતી તોફાન મૈંડુસની શકયતાને પગલે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે.  આ ચક્રવાતી તોફાનને કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની શકયતા છે.  હવામાન વિભાગના  ડાયરેક્ટર વિજીન લાલે જણાવ્યું હતું કે આ વાવાઝોડાને પગલે  ગુજરાતમાં આગામી  12 , 13 અને  14  ડિસેમ્બરે  ઉત્તર ગુજરાત તથા દક્ષિણ  ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા  ભાવનગર, નવસારી, તાપી. ડાંગમાં   તેમજ વલસાડમાં  વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ વિવિધ જિલ્લાઓના તાપમાનમાં ફેરફાર પણ નોંધાઈ શકે છે.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ

હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વાતાવરણના પલટાને કારણે  માવઠું થશે અને તેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થઈ શકે છે.  જોકે 15 ડિસેમ્બર બાદ  ફરીથી  રાજ્યમાં  કાતિલ ઠંડીનો અનુભવ થશે.

Next Video