Rain Video: અમરેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદ, ખાંભા અને ગીરના ગામડાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ

|

Oct 15, 2023 | 8:40 PM

Rain Updates: અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે. ખાંભા અને ગીરના ગામડાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતા ધોધમાર વરસાદ વરસ્યો છે. બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને ગીરના ગામડાઓમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. આ તરફ સાવરકુંડલા પંથકના ભોકરવા ગામમાં વરસાદથી મગફળી, કપાસ, ડુંગળીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

Rain Updates: અમરેલી પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ થયો છે. બપોરબાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જેમા ખાંભા અને ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કંટાળા, ધૂંધવાણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ધુંધવાણા ગામની બજારોમાંથી વરસાદી પાણી વહેતા થયા હતા અને ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. આ તરફ પચપચીયા, કંટાળા, ધૂંધવાણા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.

મગફળી, કપાસ, ડુંગળીના પાકને નુકસાન જવાની ભીતિ

સાવરકુંડલાના ગ્રામ્યના ભોકરવા ગામમાં વરસાદ પડતા પાકને નુકસાન જવાની ભીતિ છે. ખેડૂતોના મગફળી, કપાસ, અને ડુંગળી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ છે.

આ પણ વાંચો: Amreli : બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, ખેતરોમાં તૈયાર પાકને નુકસાનની ભીતિ-Video

આ તરફ શનિવારના દિવસે પણ બગસરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમા લૂંઘીયા, જંજારીયા, સાપર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Input Credit- Jaydev Kathi- Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video