Rain Update: ગુજરાતના 50 તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ, રાજકોટના ઉપલેટામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ

|

Aug 09, 2022 | 10:09 AM

ગુજરાતમાં (Gujarat) 8 ઓગસ્ટ સવારે 6થી 9 ઓગસ્ટ સવારે 6 કલાક સુધી 24 કલાકમાં રાજ્યના 100 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Rain) વરસ્યો છે.

રાજ્યભરમાં વરસાદી (Monsoon 2022) માહોલ છવાયેલો છે. 24 કલાક દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ (Rain) નોંધાયો છે. ગુજરાતમાં 8 ઓગસ્ટ સવારે 6થી 9 ઓગસ્ટ સવારે 6 કલાક સુધી 24 કલાકમાં રાજ્યના 100 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 50 તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ રાજકોટના (Rajkot) ઉપલેટામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો વલસાડના ઉમરગામ, રાજકોટના જામકંડોરણામાં પોણા 4 ઈંચ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર અને દાહોદમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના બગસરા અને બાબરામાં 3 ઈંચ, પોરબંદરના રાણાવાવ, બનાસકાંઠાના લાખાણી, દાહોદના ઝાલોદમાં પણ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના દાંતીવાડા, ડીસામાં 2 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.

10 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ

આજે વહેલી સવારે પણ 10 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખેડાના કઠલાલમાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. મહિસાગરના સંતરામપુરમાં પણ 1 ઈંચ વરસાદ વરસ્યો છે. મહિસાગરના કડાણા, અરવલ્લીના મેઘરજમાં પોણો ઈંચ વરસાદ અને દાહોદના સંજેલી, લીમખેડામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 3 દિવસ ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. વલસાડ, દમણ, જૂનાગઢ અને ગીરસોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ શહેરમાં પણ 3 દિવસ ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આજથી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, અમદાવાદ, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ વરસી શકે છે.

Published On - 9:49 am, Tue, 9 August 22

Next Video