Rain News: સૌરાષ્ટ્રની નદીઓ બની ગાંડીતૂર, જામકંડોરણાની ઉતાવળી નદીમાં ઘોડાપૂર, મોજ નદી પરનો કોઝવો ધોવાયો

|

Jul 09, 2023 | 12:01 AM

Rain News: સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. જામકંડોરણાની ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. રાજકોટના ગઢાળા ગામમાં ભારે વરસાદથી મોજ નદી પરનો કોઝવે ધોવાયો છે.

સૌરાષ્ટ્રમાં મેઘમહેરથી નદીઓ ગાંડીતૂર બનતા કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. રાજકોટના જામકંડોરણામાં ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રાયડીથી ખજુડા, રોઘલ જવા માટેનો કોઝવે ડૂબતા લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી હતી. અમરેલીના લાઠીમાં ભારે વરસાદથીગાગડિયા નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો.

ગઢાળા ગામમાં ભારે વરસાદથી કોઝવે ધોવાયો

રાજકોટમાં ગઢાળા ગામમાં ભારે વરસાદથી મોજ નદી પરનો કોઝવે ધોવાયો. વિદ્યાર્થીઓ શાળાએ જવા જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર થયા હતા. કચ્છના લખપતમાં કાળી નદી બે કાંઠે વહેતી થઈ. નદીના પાણીના કોઝ વે પર ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

આ પણ વાંચો : Gujarati Video: દેશની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડનાર જાસુસની કચ્છમાંથી ધરપકડ

Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ

ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો આવશે અંત

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે. ખેડૂતોની સિંચાઈની સમસ્યા હલ થશે. જામનગરના કાલાવડમાં વોડીસાંગ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ બાદ ભાદર-2 ડેમ સતત ત્રીજી વખત ઓવરફ્લો થયો. ડેમનું પાણી ભાદર નદીમાં છોડવામાં આવતા ધોરાજીથી પોરબંદર સુધીના ગામોને સતર્ક કરાયા હતા

Published On - 12:00 am, Sun, 9 July 23

Next Article