Gujarat : રાજ્યમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, આગામી પાંચ દિવસ છુટાછવાયા વરસાદની આગાહી

|

Aug 02, 2022 | 7:30 AM

જ્યમાં ભારે વરસાદની (Heavy Rain) શક્યતાઓ નહિવત છે.હાલમાં વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

હવામાન વિભાગ (Indian Metrological department)દ્વારા રાજ્યભરમાં આગામી 5 દિવસ છુટાછવાયા વરસાદની આગાહી (rain forecast)  કરવામાં આવી છે.કચ્છ-સૌરાષ્ટ્રમાં (Saurashtra) હળવો વરસાદ રહેશે.રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નહિવત છે.હાલમાં વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ છે.અમદાવાદમાં (Ahmedabad) પણ હળવા વરસાદ ઉપરાંત તાપમાન 33થી 34 ડિગ્રી રહે તેવી સંભાવનાઓ છે.

અમદાવાદ સહિત આ શહેરોના તાપમાનમાં વધારો નોંધાશે

બનાસકાંઠાના અંબાજીમાં (Ambaji) બે દિવસ પહેલા ભારે આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો.હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા.તેમજ બજારોમાં વરસાદી પાણી ફરી વળતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.જો કે અવિરત વરસાદ વચ્ચે મઘરાજાએ હવે થોડો વિરામ લીધો છે.હવામાન વિભાગનું માનીએ (IMD) તો વરસાદી સિસ્ટમ નબળી પડવાથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.જો કે અમદાવાદ સહિત અમુક શહેરોના તાપમાનમાં પણ વધારો નોંધાશે.

છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ

છોટાઉદેપુરન કવાંટમાં વરસાદી માહોલ જામ્યો છે.રૂમડીયા ગામ નજીક દુધવાલ નદીમાં પાણીની આવક વધી છે.આ દરમિયાન દુધવાલ નદીની સામે કિનારે ફસાયેલા શાળાના બાળકોનો વીડિયો સોશિયલ મીડિયા (Video viral) પર વાયરલ થયો હતો.બાળકોને ખભા ઉપર બેસાડી લોકો નદી પાર કરાવતા જોવા મળી રહ્યા છે.ત્યારે વાલીઓ જીવનું જોખમે બાળકોને લઇ જવા મજબૂર થયા છે.

 

Next Video