સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક બનાવવામાં આવેલ નેશનલ હાઈવેનો સિક્સ લાઈન ઓવરબ્રિજની સાઈડની પ્રોટેક્શન વોલમા ગાબડા પડ્યા છે. સાબરડેરી નજીક બનાવવામાં આવેલ ઓવરબ્રિજ પર થી થોડાક સમય અગાઉ જ વાહન વ્યવહાર શરુ થયો છે. પુલનુ કેટલુક કામ બાકી છે, પુલ પર લાઈટો લગાડવાથી લઈને કેટલાક અંતિમ તબક્કાના કામ બાકી છે. ચિલોડાથી વાયા હિંમતનગર થઈને શામળાજી જતા નેશનલ હાઈવેને સિક્સ લાઈન કરવામાં આવી રહ્યો છે. પરંતુ પુલના કામ અત્યંત હલકી ગુણવત્તાના હોવાની રજૂઆતો સ્થાનિક આગેવાનોએ કરી હતી. આમ છતાં પણ આવી જ કામગીરી રહી છે.
ચોમાસાની શરુઆતમાં હજુ માંડ એકાદ બે ઈંચ વરસાદ નોંધાયો છે, ત્યાં જ આ ઓવરબ્રિજમાં ગાબડુ પડવાને લઈ ભ્રષ્ટાચારની પોલ છતી થઈ હોવાનુ લાગી રહ્યુ છે. તો વળી ભારે વાહન વ્યવહાર ધરાવતા ઓવરબ્રિજમાં ગાબડુ પડવા છતાં કોઈ જ અધિકારી સ્થળ પર ફરક્યા નથી કે, ઓવરબ્રિજના કામને લઈ કોઈ જ ટકોર કરવામાં આવી નથી. હજુ હિંમતનગર શહેર નજીક નેશનલ હાઈવે ના બે મોટા ઓવરબ્રિજ બની રહ્યા છે. અહીં પણ આવી જ કચાશ રહી જશે તો કાયમી જોખમ તોળાઈ રહેવાનો ભય સર્જાયો છે.
Published On - 8:26 pm, Sat, 17 June 23