હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરામાં અચાનક વાતાવરણ પલટાયું હતુ. વડોદરામાં ડભોઈ શહેર અને તાલુકામાં ધૂળની ડમરી ઉડી હતી. તેમજ વડોદરાના લાલ બજાર, કંસારા બજાર, જનતાનગર વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ડભોઈ તાલુકાના ધરમપુરી, અકોટી, ભીલાપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો : Baroda Team: વડોદરાની મહિલા ક્રિકેટ ટીમને વિશાખાપટ્ટનમમાં નડ્યો અકસ્માત, 4 ખેલાડી અને કોચ ઘાયલ
રાજ્યમાં આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તો બીજી તરફ બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનનો પારો પણ વધશે. આગામી 48 કલાકમાં તાપમાનના પારામાં 2થી ચાર ડિગ્રીનો વધારો થશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…