Defamation case : હાઇકોર્ટમાં અર્જન્ટ સર્ક્યુલેશન માટે રાહુલ ગાંધીના વકીલની માગ, જસ્ટિસ ગીતા ગોપીએ કહ્યું “Not Before Me”

| Edited By: | Updated on: Apr 26, 2023 | 3:08 PM

બદનક્ષી કેસમાં પૂર્ણેશ મોદીએ કલમ 499,500 હેઠળ નોંધાવી ફરિયાદમાં આજે દિવસ દરમિયાન રજિસ્ટ્રીમાં પ્રક્રિયા બાદ ઓફિસ ઓબ્જેક્શન દૂર થયા બાદ કોર્ટમાં આવતીકાલે અથવા પરમ દિવસે હાથ ધરાઇ શકે છે સુનાવણી

મોદી અટક મામલે માનહાનિના કેસમાં હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાઇકોર્ટ પહોંચ્યા છે. ત્યારે 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવતા રાહુલે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. માનહાનીનો કેસમાં હાઇકોર્ટમાં અર્જન્ટ સર્ક્યુલેશન માટે રાહુલ ગાંધીના વકીલે માગ કરી છે. આજે દિવસ દરમિયાન રજિસ્ટ્રીમાં પ્રક્રિયા ચાલશે. ઓફિસ ઓબ્જેક્શન દૂર થયા બાદ કોર્ટમાં અરજી આવશે. તે પછી તારીખ 27 એપ્રિલે સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે.

સજા પર સ્ટે મુકતી અરજી ફગાવી

મહત્વનું છે કે, સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફરમાવી હતી. જેના કારણે રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થયું છે. જે બાદ રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ સેશન્સ કોર્ટે પણ રાહુલની સજા પર સ્ટે મુકતી અરજી ફગાવી દીધી હતી. આથી હવે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે.

23 માર્ચે ચુકાદો સંભળાવી રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી

સમગ્ર કેસની વિગત જોઇએ તો 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમ્યાન કર્ણાટકના કોલારમાં જનસભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ મોદી અટકને લઇને ટિપ્પણી કહી હતી. જે બાદ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં કોર્ટે 23 માર્ચે ચુકાદો સંભળાવી રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગતા કોર્ટ દ્વારા તરત જ રાહુલ ગાંધીને 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા.

બંને પક્ષો વચ્ચે અંદાજે 5 કલાક સુધી દલીલો થઇ

રાહુલે 3 એપ્રિલના રોજ નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ 13 એપ્રિલસજાના બીજા જ દિવસે એટલે કે 24 માર્ચે રાહુલ ગાંધીને સાંસદપદ ગુમાવવું પડ્યું હતું. મહત્વનુ છે કે, 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.

આ પણ વાંચો : સેશન્સ કોર્ટમાં મળી નિરાશા! હવે રાહુલ ગાંધીએ ખખડાવ્યા ગુજરાત હાઈકોર્ટના દરવાજા

આ તમામ વચ્ચે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. મહત્વનુ છે કે, 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સેશન્સ કોર્ટે ફગાવી હતી. જે બાદ રાહુલ ગાંધીએ હાઇકોર્ટમાં જવાની ફરજ પડી હતી. હાઇકોર્ટમા આજે દિવસ દરમિયાન રજિસ્ટ્રીમાં આ અંગે પ્રક્રિયા ચાલશે, જેમાં ઓફિસ ઓબ્જેક્શન દૂર થયા બાદ કોર્ટમાં અરજી આવશે. આવતીકાલે અથવા 28 એપ્રિલે આ અંગે સુનાવણી હાથ ધરાઈ શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…