કપાસના ભાવમાં કડાકો થતા ખેડૂતોમાં રોષ, લખતરમાં ખેડૂતોએ કપાસ સળગાવી દેવાની ચીમકી ઉચ્ચારી, જુઓ VIDEO
કપાસના ભાવ 1600 રૂપિયા બોલાતા ખેડૂતોએ કપાસ સળગાવી દેવાની ચીમકી ઉચ્ચારી છે.ડી ઝલ, ખાતર અને ખેત મજૂરીના ભાવ સામે કપાસના ભાવ ઓછા મળતા હોવાનો ખેડૂતોનો આરોપ છે.
સુરેન્દ્રનગરના લખતર APMCમાં કપાસના ભાવ નીચા જતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કપાસના ભાવ 1600 રૂપિયા બોલાતા ખેડૂતોએ કપાસ સળગાવી દેવાની ચીમકી ઉચ્ચારી છે.ડી ઝલ, ખાતર અને ખેત મજૂરીના ભાવ સામે કપાસના ભાવ ઓછા મળતા હોવાનો ખેડૂતોનો આરોપ છે. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે કપાસના ભાવ રૂપિયા 2100ની આસપાસ હતા. આ વર્ષે ડિઝલ અને ખાતરના ભાવ વધ્યા છે. તેની સરખામણીમાં કપાસના ભાવ 1600 રૂપિયા હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે.
યાર્ડમાં પણ કપાસની આવક ઓછી થઈ
આપને જણાવી દઈએ કે, લખતર માર્કેટિંગ યાર્ડમાં કપાસની ખુલ્લી હરાજીમાં કપાસનાં ભાવ ઘટતા હવે યાર્ડમાં કપાસની આવક પણ ઓછી થઈ છે. હજુ કપાસની સીઝન સંપૂર્ણપણે પૂર્ણ થઇ નથી. તેમ છતાં ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં કચવાટ છે. છેલ્લા 2 દિવસના અંતરમાં જ કપાસની ઘણી આવક ઘટી ગઇ હતી. તો અમુક લોકો દ્વારા ભાવ ઊંચા જવાની રાહે કપાસ રાખી મુક્યો તેવું પણ જાણવા મળે છે.
Latest Videos
Latest News