Gujarati Video : અમદાવાદમાં ફાયર સેફટીને લઇને તબીબોએ પ્રદર્શન કર્યું, ફોર્મ -C અને બીયુને ડી લિંકની માંગ

અમદાવાદમાં ફાયર સેફ્ટીને લઈ મોટી સંખ્યામાં તબીઓએ પ્રદર્શન કર્યું. હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન આહના સાથે જોડાયેલા તબીબોએ સૂચક બેનરો સાથે વાહન રેલી યોજી. તબીબોએ ફોર્મ C અને બીયુને ડી લિંક કરવાની માગણી કરી. આ સાથે જ તબીબોએ કહ્યું કે દર્દીઓની સુરક્ષા માટે નર્સિંગ હોમ અને હોસ્પિટલોએ પૂરતા પગલા લીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 9:10 PM

અમદાવાદમાં ફાયર સેફ્ટીને લઈ મોટી સંખ્યામાં તબીઓએ પ્રદર્શન કર્યું. હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન આહના સાથે જોડાયેલા તબીબોએ સૂચક બેનરો સાથે વાહન રેલી યોજી. તબીબોએ ફોર્મ C અને બીયુને ડી લિંક કરવાની માગણી કરી. આ સાથે જ તબીબોએ કહ્યું કે દર્દીઓની સુરક્ષા માટે નર્સિંગ હોમ અને હોસ્પિટલોએ પૂરતા પગલા લીધા છે. હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની પણ પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.. અમદાવાદ મહાનગરપાલિકાએ આહનાના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવો જોઈએ.

નિયમ ફરજિયાત પાળવા પડે તો ICU બંધ કરવા પડશે

ઉલ્લેખનીય છે કે, ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન મુદ્દે હાઇકોર્ટે મનપાને ફટકાર લગાવ્યા બાદ હવે હોસ્પીટલો પ્રત્યે કડકાઇભર્યુ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. રાજ્ય ભરના તમામ શહેરોની મહાનગરપાલિકાઓ દ્વારા ખાનગી હોસ્પીટલોને નોટિસ પાઠવી ICUની સુવિધાને ફરજિયાતપણે ગ્રાઉન્ડ ફ્લોર પર શિફ્ટ કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ હોસ્પીટલોમાં લગાવેલા કાચ દૂર કરવા પણ જણાવવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર રાજ્યના ડૉક્ટરોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો નિયમ ફરજિયાત પાળવા પડે તો ICU બંધ કરવા પડશે.

નિયમોનું પાલન ન થાય તો હોસ્પિટલો બંધ કરવી પડે તેવી દહેશત

જેમાં જો આપણે સી ફોર્મના વિવાદ પર નજર કરીએ તો, બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન જરૂરી છે. આ સી ફોર્મમાં હોસ્પિટલના ડૉક્ટર અને અન્ય સર્ટિફિકેટની વિગતો રજૂ કરવામાં આવે છે. જો કે AMCએ અચાનક ‘સી’ ફોર્મમાં બીયુ પરમિશન અંગેનો નવો નિયમ જોડ્યો.આ પૂર્વે સી ફોર્મમાં બીયુ પરમીશનના કાગળની જરૂરિયાત ન હતી. આ નવો નિયમ અમલી બનતા જૂની હોસ્પિટલના સંચાલકોની પરેશાની વધી છે. આ જૂની બિલ્ડિંગોમાં કાર્યરત અનેક હોસ્પિટલો પાસે બીયુ પરમિશન જ નથી. જેથી નિયમોનું પાલન ન થાય તો હોસ્પિટલો બંધ કરવી પડે તેવી દહેશત છે.

આ પણ  વાંચો : Gujarati Video : ગીરનાર પર્વત પર પ્રાથમિક સુવિધા ઉભી કરવા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">