Gujarat Video : રાજકોટ શહેરમાં આજથી ખાનગી બસને નહીં મળે પ્રવેશ, ટ્રાવેલ્સ સંચાલકોમાં રોષ

| Edited By: | Updated on: Jul 17, 2023 | 2:15 PM

રાજકોટ શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યાને લઇ પોલીસ કમિશનરે શહેરમાં ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડ્યું હતું. પોલીસ કમિશનરના જાહેરનામા બાદ મુસાફરો અને ટ્રાવેલ સંચાલકો મુંઝવણમાં મુકાયા છે.

Rajkot : રાજકોટ શહેરમાં આજથી ખાનગી બસના (Private Bus) પ્રવેશ પર પ્રતિબંધનો અમલ શરૂ થયો છે. માધાપર ચોકડીથી પુનિતનગર પાણીના ટાંકા સુધી ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ અંગે શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યાને લઇ રાજકોટ પોલીસ કમિશનરે શહેરમાં ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડ્યું હતું.

આ પણ વાંચો Rajkot : ઘેલા સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસની ભવ્ય ઉજવણી થશે, અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

પોલીસ કમિશનરના જાહેરનામા બાદ મુસાફરો અને ટ્રાવેલ સંચાલકો મુંઝવણમાં મુકાયા છે. તો બીજી તરફ ખાનગી બસ એસોસિએશન જાહેરનામાના વિરોધમાં બેઠક કરશે. ટ્રાવેલ્સ સંચાલકોનું કહેવું છે કે શહેર બહાર બસ ઉભી રહેતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. એટલું જ નહીં મુસાફરોને અન્ય શહેરમાં જવા રીક્ષા સહિતના વધારાના ભાડાનો ખર્ચ કરવો પડશે.

તો બીજી તરફ પોલીસ કમિશનરના જાહેરનામાને લઇ ટ્રાવેલ્સ સંચાલકોમાં રોષ ફેલાયો છે. શહેરમાં ફરી બસોને પ્રવેશ આપવાની માંગ સાથે ટ્રાવેલ્સ સંચાલકોએ સાંસદ મોહન કુંડારીયાને મળી રજૂઆત કરી છે. જાહેરનામાથી ટ્રાવેલ્સના સંચાલકો અને મુસાફરોને મુશ્કેલી પડતી હોવાની મોહન કુંડારીયાને રજૂઆત કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો