વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા ડિમોલિશનની કામગીરીના કર્યા વખાણ, કહ્યું ભૂપેન્દ્રભાઈએ બધુ સફાચટ કરી નાખ્યુ

|

Oct 10, 2022 | 11:15 PM

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીની કામગીરીની કામગીરની પ્રશંસા કરી. પીએમએ કહ્યુ ભૂપેન્દ્રભાઈ મૃદુ અને મક્કમ છે તેનો અનુભવ ગુજરાતે કર્યો. દરિયાઈ પટ્ટી પર ગેકાયદે દબાણો દૂર કરી ચુપચાપ બધુ સફાચટ કરી નાખ્યુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જામનગર (Jamnagar)માં 1,448 કરોડના વિકાસકામોનું ખાતમહુર્ત કર્યુ. આ અવસરે વડાપ્રધાને (PM)સૌની યોજના લિંક-1 પેકેજ-5 તથા લિંક-3 પેકેજ-7 તેમજ હરિપર ખાતે સોલાર પી.વી. પ્રોજેક્ટના લોકાર્પણ ઉપરાંત વિવિધ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાઓ, ઓવર બ્રિજ, અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ સહિતના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યુ હતુ. જામનગરમાં વડાપ્રધાને જંગી જનમેદનીને સંબોધી હતી. વડાપ્રધાને તેમની સભા દરમિયાન રાજ્યમાં બહુચર્ચિત દ્વારકા ડિમોલિશનની કામગીરીના PM મોદીએ વખાણ કર્યા હતા.

PM મોદીએ જણાવ્યુ કે ભૂપેન્દ્રભાઈ મૃદુ અને મક્કમ છે તેનો અનુભવ ગુજરાતે કર્યો. દરિયાઈ પટ્ટી પર ગેરકાયદે દબાણો કરી લોકો બેફામ બન્યા હતા. ભૂપેન્દ્રભાઈએ બધુ ચૂપચાપ સફાચટ કરી નાખ્યું. આ સાથે PM મોદીએ ગુજરાતના વિકાસમાં પંચશક્તિના મહત્વ અંગે પણ લોકોને જણાવ્યું હતુ. ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવવા માટે પંચશક્તિનું શુ મહત્વ છે શું યોગદાન છે તે અંગે PM મોદીએ જનતાનું ધ્યાન દોર્યું હતુ. PM મોદીએ જણાવ્યુ કે ગુજરાતના વિકાસમાં જ્ઞાન શક્તિ,જળ શક્તિ,ઊર્જા શક્તિ, રક્ષા શક્તિનું ખાસ યોગદાન છે. આ 5 સંકલ્પથી ગુજરાતના વિકાસનો પાયો મજબૂત બન્યો છે અને આ 5 સંકલ્પના સ્તંભ પર ગુજરાતની ભવ્ય ઈમારત ઉભી છે.

વડાપ્રધાને જણાવ્યુ ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસની નવી મિસાલ કાયમ કરી છે. રાજકોટનો એન્જિનિયરીંગ સ્પેર પાર્ટ્સના ઉદ્યોગો પીનથી માંડીને ઍરક્રાફ્ટના સ્પેર્ટ પાર્ટ્સ બનાવે છે અને હવે ઈકો-ટુરીઝમથી ઉદ્યોગ સાહસિકોને નવી તકો મળશે તેમ વડાપ્રધાને જણાવ્યુ હતુ.

જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન સાથે આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્થાન મળી રહ્યું છે તેમ જણાવી જામનગરની ઉદ્યમશીલતા ભારતના ખૂણે-ખૂણે સ્થાપિત થશે તેમ વડાપ્રધાનેએ સરકારની વિકાસલક્ષી નીતિઓના સંદર્ભમાં કહ્યું હતું.

Next Video