Ahmedabad: ચોમાસા પહેલા તંત્રએ શરુ કરી તૈયારીઓ, કલેક્ટરે બેઠક યોજી વહીવટીતંત્રને સજ્જ રહેવા સૂચન કર્યુ

|

May 18, 2022 | 9:55 AM

અમદાવાદ (Ahmedabad) જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન બેઠક (Pre-monsoon meeting) યોજાઈ હતી. જેમાં સંભવિત આપત્તિમાં જિલ્લા વહીવટીતંત્રને સજ્જ રહેલા જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી.

ગુજરાતમાં (Gujarat) જુનના બીજી સપ્તાહ સુધીમાં ચોમાસાનું (Monsoon) આગમન થવાની આગાહી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) આ વર્ષે ચોમાસામાં પાણી ભરવાના કારણે કે ખરાબ રસ્તાના કારણે લોકોને હાલાકી ન પડે તે માટે તંત્રએ તૈયારીઓ શરુ કરી છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા આ માટે પ્રિ-મોન્સૂન બેઠક યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ જિલ્લા અને આસપાસમાં કોઇ વરસાદને લઇને કોઇ સમસ્યા ન સર્જાય તે માટે તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યુ.

ચોમાસા પૂર્વનું આયોજન

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ હતી. જેમાં સંભવિત આપત્તિમાં જિલ્લા વહીવટીતંત્રને સજ્જ રહેલા જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી. તેમજ અમદાવાદ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓના વરસાદી આંકડાઓ પર પણ નજર રાખવામાં સૂચન કર્યું હતું. રાજ્યમાં આગામી દિવસોમાં વર્ષાઋતુ પ્રારંભ થવાની શક્યતા છે ત્યારે પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટી જેવી સંભંવિત કુદરતી આફતો આવે તો તેના પૂર્વ આયોજનના ભાગરૂપે પ્રિ-મોન્સૂન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જુનના બીજા સપ્તાહ સુધીમાં થશે ચોમાસાનું આગમન

મહત્વનું છે કે હવામાન વિભાગે ચોમાસાના આગમનને લઇને મહત્વના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં ચોમાસુ દસ્તક આપી શકે છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી મેના અંત સુધીમાં શરુ થઇ શકે છે.એટલે કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું વહેલુ આગમન થશે.

Next Video