Cyclone Biporjoy: જામનગરના કાલાવાડમાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, PGVCLની ટીમ ગ્રામ્યવિસ્તારોમાં જવા રવાના, જુઓ Video

| Edited By: | Updated on: Jun 16, 2023 | 8:49 AM

ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડુ ટકરાવાની અસર જામનગરમાં પણ જોવા મળી છે. જામનગરના કાલાવડ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં આવેલી વાડી વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે.

Cyclone Biporjoy: ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડુ ટકરાવાની અસર જામનગરમાં પણ જોવા મળી છે. જામનગરના કાલાવડ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં આવેલી વાડી વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. તાલુકાના ખાનકોટડા,બાગા,બેરાજા ,ધૂળશિયા, ઘુતારપર સહિત અનેક ગામોમાં વાવાઝોડાની અસર જોવા મળી છે.

આ પણ વાંચો: Breaking News Cyclone Biporjoy : દરિયાકાંઠે વાવાઝોડું ટકરાવવાની અસર અમદાવાદમાં જોવા મળી, ઝાડ પડવાની 5 ઘટના સહિત અનેક બનાવ બન્યા

PGVCLની ટીમ ગ્રામ્યવિસ્તારોમાં જવા રવાના

ભારે પવનના લીધે અનેક થાંભલા પડી ગયા છે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ભારે પવનના લીધે અનેક વિજપોલ અને વાયર તૂટી ગયાના દ્રશ્ય સામે આવ્યા છે. વિજપોલ તૂટવાના સમાચાર મળતા જ કાલાવડ PGVCLની ટીમ ગ્રામ્યવિસ્તારોમાં જવા રવાના થયા છે. PGVCLની ટીમ દ્વારા વીજ પુરવઠો ફરી શરૂ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો