Porbandar: જિલ્લામાં મેગા ડિમોલિશનની કામગીરી, મોડી રાત સુધી ડિમોલિશનની કાર્યવાહી ચાલે તેવી શક્યતા

|

Oct 03, 2022 | 7:03 PM

પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે આવેલા ગોસા અને નવાગામ સહિતના ગામોમાં કેટલાક લોકોએ ગેરકાયદે બાંધકામો કરતા તોડી પાડવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવ્યા છે.

Porbandar: પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે આવેલા ગોસા અને નવાગામ સહિતના ગામોમાં કેટલાક લોકોએ ગેરકાયદે બાંધકામો કરતા તોડી પાડવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે- અત્યાર સુધી કોઈ વિરોધ કે હિંસાની ઘટના સામે નથી આવી. પરંતુ જો કોઈ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વનું છે કે, યાત્રાધામ બેટ દ્વારકામાં ડ્રગ્સ માફિયાના ગેરકાયદે દબાણ પર સતત ત્રીજા દિવસે ડિમોલેશન યથાવત છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટા માથાઓના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. દાંડી હનુમાન રોડ પર નામચીન પાંજરાવાલાનો અતિ આધુનિક બંગલો તોડી પાડવામાં આવ્યો છે. ગૌચર અને ગામતળની જમીનો પર ગેરકાયદે દબાણો હટાવવા માટે હથિયારો સાથે પોલીસે ધામા નાખ્યા છે. બીજી તરફ મેગા ડિમોલેશનને લઈ ફેરી બોટ સર્વિસ બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. મહત્વપૂર્ણ છે કે, બેટ દ્વારકામાં સાડા ત્રણ કરોડની કિંમતની જમીન પર બુલડોઝર ફર્યું છે.

Next Video