Porbandar: કાંધલ જાડેજા 2 કેસમાં નિર્દોષ જાહેર, પોલીસ સ્ટેશનમાં ધમાલ તેમજ ગેરકાયદે હથિયાર મળવાના કેસમાં મળી ક્લિનચીટ

|

Oct 07, 2022 | 7:53 AM

રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામત ગોગન ઓડેદરાને પોલીસ સ્ટેશનમાં માર માર્યો હતો. જેને લઈને આજે રાણાવાવ કોર્ટમાં ધારાસભ્ય કાંધલ જાડેજા સહિત 13 લોકો સામે કેસ ચાલી રહ્યો હતો.

પોરબંદરના  (Porbandar) કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને  (Kandhal jadeja)  બે કેસમાં બે  જુદી જુદી  કોર્ટમાંથી રાહત મળી છે. નોંધનીય છે કે વર્ષ 2005ના કેસમાં કાંધલ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો, જેમાં કાંધલ જાડેજાને રાહત મળી છે. પોરબંદર રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ટોળે વળી ધમાલ કરવાના કેસમાં  કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. રાણાવાવ -કુતિયાણાના  (Kutiyana) ધારાસભ્ય કાંધલ જાડેજા એ એક ડઝન થી વધુ લોકો સાથે વર્ષ 2017માં ધમાલ કરી હતી. જેમાં રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામત ગોગન ઓડેદરાને પોલીસ સ્ટેશનમાં માર માર્યો હતો. જેને લઈને આજે રાણાવાવ કોર્ટમાં ધારાસભ્ય કાંધલ જાડેજા સહિત 13 લોકો સામે કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં રાણાવાવ કોર્ટે પુરાવાના અભાવે ધારાસભ્ય કાંધલ જાડેજા અને 13 લોકોને નિર્દોષ જાહેર મુક્ત કર્યા હતા.

તો અન્ય એક કેસમાં એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને ગેરકાયદે હથિયાર મળી આવવાના કેસમાં મોટી રાહત મળી છે. જેમાં ગેરકાયદે હથિયાર મળવાના કેસમાં કાંધલ જાડેજાને અમદાવાદ સેસન્સ કોર્ટે ક્લિનચીટ આપી છે. વર્ષ 2005માં  તેમની પાસેથી ગેરકાયદે હથિયાર મળવાના મુદ્દે  ગુનો દાખલ થયો હતો.

Next Video