Porbandar : માછીમાર સમાજે રાજકીય પક્ષો પાસે વધુ ટિકિટની માંગ કરી 

|

Oct 11, 2022 | 10:46 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના(Gujarat Assembly Election 2022) પૂર્વે માછીમાર સમાજે સત્તાપક્ષ પાસે ટિકિટ માટે માંગ કરી છે. જેમાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષોએ માછીમારોની(Fisherman)વોટ બેન્ક અંકે કરવા એડીચોટીનું જોર લગાવે છે. એવામાં પોરબંદર (Porbandar)સહિત રાજ્યના માછીમારોએ સત્તાપક્ષ પાસે વિધાનસભામાં વધુમાં વધુ ટિકિટ મળે તેવી અપેક્ષા રાખી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના(Gujarat Assembly Election 2022) પૂર્વે માછીમાર સમાજે સત્તાપક્ષ પાસે ટિકિટ માટે માંગ કરી છે. જેમાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષોએ માછીમારોની(Fisherman)વોટ બેન્ક અંકે કરવા એડીચોટીનું જોર લગાવે છે. એવામાં પોરબંદર (Porbandar)સહિત રાજ્યના માછીમારોએ સત્તાપક્ષ પાસે વિધાનસભામાં વધુમાં વધુ ટિકિટ મળે તેવી અપેક્ષા રાખી છે. ગુજરાતના 1600 કિલોમીટર સમુદ્ર કિનારા પર ઓખાથી મુંબઈ સુધી માછીમારો સમુદ્રી ખેતી કરી વર્ષે કરોડો રૂપિયાનું હૂંડિયામણ દેશને કમાઈને આપે છે.. પરંતુ માછીમારોને સુવિધાના નામે મીંડું મળે છે. માછીમારોના અનેક પ્રશ્નમાં ભાજપ કે કોંગ્રેસ ક્યારેય નક્કર પરિણામ લાવી શકી નથી. ત્યારે માછીમાર સમાજ મજબૂત બની રજૂઆત કરી શકે તે માટે પોતાના સમાજના વ્યક્તિને ટિકિટ આપવા માગ કરી છે. તેમજ જે પાર્ટી માછીમારો સમાજના પ્રભુત્વ ધરાવતા વ્યક્તિને ટિકિટ આપશે તેને તન, મન-ધનથી ચૂટી આપીશું તેવું આશ્વાસન પણ આપ્યું છે.

તો આ તરફ કોંગ્રેસે માછીમારોના પ્રશ્નોને લઈને સત્તાપાર્ટી પર આક્ષેપો કર્યા હતા. અને ભાજપ માછીમારોના હક્ક છીનવતી હોય તેવો આક્ષેપ કર્યો છે. તો ભાજપ માછીમારોને રાષ્ટ્રવાદી સમાજ માને છે, અને માછીમારો ભાજપ સાથે હરહંમેશ રહે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે આ ચૂંટણીમાં માછીમારોના મત કંઈ પાર્ટીને પડે છે તે આવનારી ચૂંટણીના પરિણામ જ નક્કી કરશે.

Published On - 10:44 pm, Tue, 11 October 22

Next Video