Porbandar: પાલિકાની કામગીરી સામે હોબાળો, બિલ્ડીંગ જર્જરિત હોવાની ફરિયાદના પગલે 40 દુકાનો અને 30 ફ્લેટ કરાયા સીલ

|

Jul 22, 2022 | 9:40 AM

પોરબંદરમાં હોસ્પિટલ રોડ પરની બિલ્ડીંગની દુકાનોને પાલિકાએ સીલ મારતા હોબાળો મચી ગયો હતો. હીરાપન્ના કોમ્પલેક્ષની બિલ્ડીંગ જર્જરિત હોવાની ફરિયાદના પગલે 40 દુકાનો અને 30 ફ્લેટને સીલ મારવામાં આવ્યું છે.

Porbandar: પાલિકાની કામગીરી સામે હોબાળો, બિલ્ડીંગ જર્જરિત હોવાની ફરિયાદના પગલે 40 દુકાનો અને 30 ફ્લેટ કરાયા સીલ

Follow us on

Porbandar: પોરબંદરમાં હોસ્પિટલ રોડ પરની બિલ્ડીંગની દુકાનોને પાલિકાએ સીલ મારતા હોબાળો મચી ગયો હતો. હીરાપન્ના કોમ્પલેક્ષની બિલ્ડીંગ જર્જરિત હોવાની ફરિયાદના પગલે 40 દુકાનો અને 30 ફ્લેટને સીલ મારવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા દ્વારા સિલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે કેટલાક દુકાનદારોએ હોબાળો મચાવ્યો હતો. પાલિકા સતાધીશોના જણાવ્યા પ્રમાણે ડેપ્યુટી કલેક્ટરના આદેશના પગલે તમામ દુકાનોને સીલ મારવામાં આવ્યા છે.

શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય

વરસાદનું પાણી ભરાતા પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ નગરપાલિકા દ્વારા નિયમિતરૂપે દવા છંટકાવ કે સફાઈ કરવામાં આવતી ન હોવાની લોકોની ફરિયાદ છે. શહેરમાં ઠેર-ઠેર ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ પણ વધી રહ્યો છે. ત્યારે લોકો દ્વારા રોગચાળાની ભિતી સેવાઈ રહી છે. હોસ્પિટલ રોડ, શાક માર્કેટ, એમ.જી.રોડ જેવા વિસ્તારોમાં ગંદકી ઉડીને આંખે વળગે છે. જોકે નગરપાલિકાના સતાધિશો શહેરમાં સફાઈ થતી હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ શહેરમાં ઠેક-ઠેકાણે ખદબદતી ગંદકી નગરપાલિકાના સતાધિશોના દાવા પોકળ હોવાની ચાડી ખાઈ રહી છે.

Next Video