રાજકોટ વીડિયો : જસદણ-વિંછીયા પંથકમાંથી ઝડપાયો 200 કિલો ગાંજો, બે શખ્સની ધરપકડ

રાજકોટ વીડિયો : જસદણ-વિંછીયા પંથકમાંથી ઝડપાયો 200 કિલો ગાંજો, બે શખ્સની ધરપકડ

| Updated on: Dec 07, 2023 | 12:48 PM

રાજકોટના જસદણ - વિંછીયા પંથકમાંથી ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. તો વિંછીયાના પાટીયાળી ગામે SOG અને જસદણ પોલીસના દરોડા પાડ્યા હતા. જેમાં ગાંજાના છોડ પકડાયા છે.જસદણના બે અને વિંછીયાના એક ખેતરમાંથી કુલ 200 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. તો ત્રણેય જગ્યાએથી મળીને કુલ 21 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે.

રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશાકારક પદાર્થ મળી આવતા હોય છે. ત્યારે રાજકોટના જસદણ – વિંછીયા પંથકમાંથી ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. તો વિંછીયાના પાટીયાળી ગામે SOG અને જસદણ પોલીસના દરોડા પાડ્યા હતા.

જેમાં ગાંજાના છોડ પકડાયા છે.જસદણના બે અને વિંછીયાના એક ખેતરમાંથી કુલ 200 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. તો ત્રણેય જગ્યાએથી મળીને કુલ 21 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. તેમજ SOG અને જસદણ પોલીસે ગાંજાનું વાવેતર કરતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

તો બીજી તરફ આ અગાઉ અમદાવાદ શહેરમાં નશીલી સિરપ અને MD ડ્રગ્સ બાદ હવે ગાંજાનું વેચાણ કરનાર આરોપી પોલીસના હાથે ઝડપાયો હતો. અમદાવાદના માધુપુરા પોલીસે 22 કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી ગાંજાનો મોટો જથ્થો લાવીને છુટક પડીકીઓમાં વેપાર કરતો હોવાનું સામે આવ્યુ હતુ.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો