સુરતના કાપોદ્રામાં અકસ્માત સર્જનાર આરોપી સાજનનું પોલીસે કાઢ્યું સરઘસ, ઘટનાનું રિકન્ટ્રકશન કરાયું, જુઓ Video
સુરતના કપોદ્રામાં મોડી રાત્રે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જે ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેનું સરઘસ કાઢ્યું હતું.
સુરતના કાપોદ્રામાં અકસ્માત સર્જનારા આરોપી સાજનનું પોલીસે સરઘસ કાઢ્યું છે. ઘટનાસ્થળે આરોપીને સાથે રાખીને રિ-કન્સ્ટ્રક્શન કરાયું છે. સુરતના કપોદ્રામાં મોડી રાત્રે નશામાં ધૂત કાર ચાલકે આંતક મચાવ્યો હતો. સ્નેહ મુદ્રા સોસાયટી નજીક કારચાલકે વાહનચાલકોને અડફેટે લીધા.
જે ઘટનામાં 5 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે જોકે પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી આરોપી સન્ની પટેલની ધરપકડ કરી. જે બાદ આરોપીનું ઘટના સ્થળ પર સરઘસ કાઢવામાં આવ્યું, આરોપીના આગાઉ પણ 5 જેટલા ગુનાની અંદર સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો : Surat : સચિનમાં બાળકી સાથે થયેલા દુષ્કર્મનો કેસ, આરોપી દોષિત જાહેર, જુઓ Video
આ બાબતે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિકની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ટ્રાફિક પોલીસ મોટા અકસ્માત બાદ જ ડ્રાઈવ ચલાવે છે તેવી ટીકા કરી હતી. કાનાણીએ કહ્યું આવા પ્રયત્નોથી અકસ્માત અટકશે નહીં. આ ઘટના બની છે તે અલગ ઘટના છે જેમાં દારૂ પીધા બાદ અકસ્માત થયો છે. પોલીસ દિવસના ડ્રાઈવ ચલાવી માત્ર નાના મણસો પાસે દંડ વસુલતા હોવાની વાત કુમાર કાનાણીએ કરી.
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
