અમદાવાદમાં વર્ષ 2008ના બોમ્બ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીઓને ઝડપવા પોલીસે ઈનામ જાહેર કર્યું

|

Dec 16, 2022 | 11:10 PM

અમદાવાદમાં વર્ષ 2008ના બોમ્બ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીઓને ઝડપવા પોલીસે ઈનામ જાહેર કર્યું છે. ડીજીપીએ વોન્ડેટ આરોપીઓની બાતમી આપનારને રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી છે. જેમા દરેક આરોપી દીઠ બે લાખનું રોકડ ઈનામ આપવામાં આવશે. બ્લા

અમદાવાદમાં વર્ષ 2008ના બોમ્બ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીઓને ઝડપવા પોલીસે ઈનામ જાહેર કર્યું છે. ડીજીપીએ વોન્ડેટ આરોપીઓની બાતમી આપનારને રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી છે. જેમા દરેક આરોપી દીઠ બે લાખનું રોકડ ઈનામ આપવામાં આવશે. બ્લાસ્ટના 4 વોન્ટેડ આરોપીઓ રીયાઝ ભટકલ, મોહસીન ઈસ્માઈલ ચૌધરી, આમીર રઝાખાન અને ઉમર ફારૂખને પકડવા રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, 2008માં શહેરમાં 20 જગ્યાએ બ્લાસ્ટ થયા હતા.જેના 4 આરોપીઓ હજૂ પણ ફરાર છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં વિશેષ કોર્ટે  38 દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દેશમાં એકસાથે 38 દોષિતોને ફાંસીની સજાનો આ પ્રકારનો સૌપ્રથમ ઐતિહાસિક ચુકાદો છે. જેમાં પીડિત પરિજનોને એક લાખનું વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ છે. તેમજ મૃતકોના પરિજનોને આખરે 13 વર્ષે ન્યાય મળ્યો છે.

આ સમગ્ર બ્લાસ્ટ માં 56 લોકોના મોત થયા હતા અને 289 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બ્લાસ્ટ દરમિયાન લોકોના માથા ક્યાંક પડ્યા હોય તો ધડ ક્યાંક પડ્યા હોય એવા ભયાનક દૃશ્યો સર્જાયા હતા. જેમાં આ કેસનો ચુકાદો 18 ફેબ્રુઆરી 2022ના રોજ સંભળાવવમાં આવ્યો હતો. આ કેસમાં પકડાયેલાં 77 માંથી કુલ 28 આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. તો 49 આરોપીઓ દોષિત જાહેર કરાયા છે.

Published On - 11:07 pm, Fri, 16 December 22

Next Video