બાવળામાં જનસભાને સંબોધન કરતા લીલાબાને યાદ કરી PM મોદી થયા ભાવુક, જાણો કોણ છે લીલાબા ?

|

Nov 25, 2022 | 9:41 AM

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે પણ બાવળા આવતો હતો ત્યારે લીલાબા અચૂક મળતા હતા, પરંતુ આ પ્રથમ વખત છે કે, જ્યારે લીલાબાની ખામી વર્તાય છે.

 ગુજરાત એેસેમ્બલી ઈલેક્શન 2022:  બાવળામાં જનસભાને સંબોધન કરતા સમયે લીલાબાને યાદ કરી વડાપ્રધાન ભાવુક થઈ ગયા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે પણ બાવળા આવતો હતો ત્યારે લીલાબા અચૂક મળતા હતા, પરંતુ આ પ્રથમ વખત છે કે, જ્યારે લીલાબાની ખામી વર્તાય છે. સાથે જ મોદીએ કહ્યું કે, લીલાબાની ખામી દૂર કરવા માટે તેમના માતા માણેકબા 104 વર્ષની ઉંમરે પણ અહીં આવી મને આશીર્વાદ આપ્યા છે. મહત્વનું છે કે લીલાબા આખા ગુજરાતમાં જનસંઘના ચૂંટાયેલા પહેલા મહિલા જિલ્લા પંચાયતના સભ્ય હતા. અને જનસંઘ સમયથી જ લીલાબા સાથે નરેન્દ્ર મોદીનો આત્મીયતાનો સંબંધ હતો.

લીલાબા સાથે નરેન્દ્ર મોદીનો આત્મીયતાનો સંબંધ

જો કે લીલાબાનું નિધન થઈ જતા આ વખતે માણેકબા નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીને માણેકબાએ કહ્યું કે, તમે 2024માં ફરી વડાપ્રધાન બનો ત્યાં સુધી મારે જીવવાનું છે. તો બીજી તરફ નરેન્દ્ર મોદીએ 2024ની શપથવિધિમાં આવવાનું માણેકબાને આમંત્રણ આપ્યું હતુ.

Next Video