સુરેન્દ્રનગરમાં ખેડૂતોના નામે બારોબાર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરનાર ભૂમાફિયાઓનો પર્દાફાશ થયો છે. વડોદરાની વીજ ટીમે થાનગઢમાં વીજ ચેકિંગ હાથ ધરતા ગેરકાયદેસર કોલસાની ખાણમાં ટ્રાન્સફોર્મરની ચોરી ઝડપાઈ હતી. તમને જણાવી દઈએ કે આ ટ્રાન્સફોર્મર ચોટીલાના મોકાસરા ગામના ગોપાલભાઈ ચોથાભાઈનું હોવાનું ખુલ્યુ હતુ.આ ટ્રાન્સફોર્મરનુ વીજ બીલ પણ ખેડૂતના નામે જ આવ્યુ હતુ. જો કે ખેડૂતે કોઈ ટ્રાન્સફોર્મર ન લીધુ હોવાનું વીજ વિભાગને જણાવ્યુ હતુ. જે બાદ તપાસ કરતા pgvclનું મસમોટુ કૌભાંડ બહાર આવ્યુ હતુ.
આ ટ્રાન્સફોર્મ લઈ જનાર કર્મચારી અને કોન્ટ્રાક્ટર સહિતના લોકો પર પગલા લઈ વીજતંત્રએ સસ્પેન્ડ સહિતના પગલા લીધા છે. જો કે ખેડૂતોના બીલ પરત ન ખેંચાતા તેઓની હાલત કફોડી બની છે. હાલ નારાજ ખેડૂતોએ માગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
Published On - 9:04 am, Sat, 11 February 23