PGVCL કૌભાંડ: સુરેન્દ્રનગરમાં વીજ ચેકિંગ હાથ ધરાતા ભૂમાફિયાઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો પર્દાફાશ
આ ટ્રાન્સફોર્મ લઈ જનાર કર્મચારી અને કોન્ટ્રાક્ટર સહિતના લોકો પર પગલા લઈ વીજતંત્રએ સસ્પેન્ડ સહિતના પગલા લીધા છે. જો કે ખેડૂતોના બીલ પરત ન ખેંચાતા તેઓની હાલત કફોડી બની છે. હાલ નારાજ ખેડૂતોએ માગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
સુરેન્દ્રનગરમાં ખેડૂતોના નામે બારોબાર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરનાર ભૂમાફિયાઓનો પર્દાફાશ થયો છે. વડોદરાની વીજ ટીમે થાનગઢમાં વીજ ચેકિંગ હાથ ધરતા ગેરકાયદેસર કોલસાની ખાણમાં ટ્રાન્સફોર્મરની ચોરી ઝડપાઈ હતી. તમને જણાવી દઈએ કે આ ટ્રાન્સફોર્મર ચોટીલાના મોકાસરા ગામના ગોપાલભાઈ ચોથાભાઈનું હોવાનું ખુલ્યુ હતુ.આ ટ્રાન્સફોર્મરનુ વીજ બીલ પણ ખેડૂતના નામે જ આવ્યુ હતુ. જો કે ખેડૂતે કોઈ ટ્રાન્સફોર્મર ન લીધુ હોવાનું વીજ વિભાગને જણાવ્યુ હતુ. જે બાદ તપાસ કરતા pgvclનું મસમોટુ કૌભાંડ બહાર આવ્યુ હતુ.
ખેડૂતોએ માગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
આ ટ્રાન્સફોર્મ લઈ જનાર કર્મચારી અને કોન્ટ્રાક્ટર સહિતના લોકો પર પગલા લઈ વીજતંત્રએ સસ્પેન્ડ સહિતના પગલા લીધા છે. જો કે ખેડૂતોના બીલ પરત ન ખેંચાતા તેઓની હાલત કફોડી બની છે. હાલ નારાજ ખેડૂતોએ માગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
Latest Videos
Latest News