Gujarati Video : રાજકોટમાં પાસપોર્ટ ઓફિસ પર લોકોએ કર્યો હોબાળો, પહેલા એપોઇન્મેન્ટ આપી અચાનક રદ કરતા લોકો હેરાન

|

Apr 14, 2023 | 5:41 PM

Rajkot News : ત્રણ દિવસ પહેલા આ લોકોને પહેલા એપોઇન્મેન્ટ જાહેર રજાના કારણે 14 એપ્રિલ એ રદ થવાનો મેસેજ આવ્યો. બાદમાં રજા ન હોવાનું જણાવી ફરી એપોઇન્મેન્ટ ચાલુ હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જો કે ગઇકાલે એટલે કે 13 એપ્રિલે મોડી રાત્રે ફરી એપોઇન્મેન્ટ રદનો મેસેજ આવ્યો હતો.

રાજકોટમાં આજે પાસપોર્ટ કેન્દ્ર પર આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. પાસપોર્ટ ઓફિસ પહોંચેલા લોકોને અપોઇન્મેન્ટનો મેસેજ આપવામાં આવ્યો હતો. જો કે બાદમાં અપોઇન્મેન્ટ રદ થવાનો મેસેજ મળ્યો હતો. જાહેર રજા હોવાથી મોડીરાતે મેસેજ કરી અપોઈન્ટમેન્ટ રદ કરી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે પાસપોર્ટ ઓફિસ પર લોકોએ હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો-Weather News: ગરમીને લઈ વૈજ્ઞાનિકોનો દાવો, કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ નહીં ઘટે તો ગરમીનો પારો 50 ડિગ્રીને પાર જશે !

રાજકોટમાં આવેલા પાસપોર્ટ કેન્દ્રમાં માત્ર રાજકોટમાંથી જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લાઓમાંથી પણ અહીં આવતા હોય છે. કેટલાક લોકો વ્યવસાય અર્થે મધ્ય ગુજરાતમાં રહે છે, જો કે મૂળ વતન અહીં હોવાથી તે પણ અહીં પાસપોર્ટ કરાવવા આવતા હોય છે. પાસપોર્ટ ઓફિસ દ્વારા 15 દિવસ પહેલા જ અપોઇન્મેન્ટ આપી દેવામાં આવતી હોય છે. 15 દિવસ પહેલા કેટલાક લોકોને આજની એટલે કે 14 એપ્રિલની તારીખ આપવામાં આવી હતી.

ત્રણ દિવસ પહેલા આ લોકોને પહેલા એપોઇન્મેન્ટ જાહેર રજાના કારણે 14 એપ્રિલ એ રદ થવાનો મેસેજ આવ્યો. બાદમાં રજા ન હોવાનું જણાવી ફરી એપોઇન્મેન્ટ ચાલુ હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જો કે ગઇકાલે એટલે કે 13 એપ્રિલે મોડી રાત્રે ફરી આ લોકોને મેસેજ આવ્યો કે હવે જાહેર રજા હોવાથી એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી છે. જો કે કેટલાક બહાર ગામથી આવનારા લોકો ગઇકાલથી જ રાજકોટ આવી ગયા હતા. તે લોકોને અહીં ધક્કો ખાવાનો વારો આવ્યો છે. કેટલાક લોકો સવારે પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા હતા. જો કે પાસપોર્ટ ઓફિસે તાળા હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો હતો.

(વિથ ઇનપુટ-રોનક મજેઠિયા, રાજકોટ)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 5:38 pm, Fri, 14 April 23

Next Video