સ્માર્ટસિટી કે ‘ખાડા-સિટી’? ગુજરાતના આ શહેરના રસ્તાઓની હાલત દયનીય, લોકોને ક્યારે મળશે સારા રસ્તાનું સુખ?

|

Dec 29, 2021 | 10:51 AM

દાહોદ સ્માર્ટ સીટી બન્યુ ત્યારથી સ્થાનિકોની મુશકેલીઓ માત્ર વધી રહી છે. દાહોદ નગરમાં ઠેર ઠેર ખાડા ખોદી દેવાતા વાહન ચાલકો તો ઠીક પરંતુ પગપાળા નીકળતા રાહદારી પણ હેરાન થઇ રહ્યા છે.

Dahod: રાજ્યમાં ઘણા શહેરો ફક્ત કહેવાતા સ્માર્ટસિટી (Smart City) છે. તેમાંનુ જ એક છે દાહોદ (Dahod). જેને સ્માર્ટસિટી જાહેર કરાયા બાદથી સમસ્યાઓ વધી ગઈ છે. સ્માર્ટસિટી સાંભળીને મનમાં એવી કલ્પના થાય કે તે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ હશે. પરંતુ દાહોદમાં ઉલ્ટી ગંગા વહી રહી છે. અહીં રસ્તા પર ખાડા (Pothole) જ ખાડા છે. ઠેર ઠેર ખોદકામ કરી દેવાયું છે.

દાહોદમાં રસ્તા પર ઉડતી ધૂળથી શહેરીજનો ત્રસ્ત છે. રાહદારીઓના આરોગ્ય પર અસર થઈ રહી છે. શહેરના મુખ્ય ગણાતા બસ સ્ટેશન વિસ્તારમાં ખરાબ રસ્તાના કારણે આખો દિવસ ટ્રાફિક જામ રહે છે. સમસ્યાઓનો કોઈ પાર ન હોવા છતાં પાલિકા દ્વારા ખાડા પૂરવા માટે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. જેના કારણે શહેરીજનોમાં રોષ વ્યાપ્યો છે. લોકો પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

ત્યારે એક શહેરીજનનું કહેવું છે કે રસ્તાની ધૂળના કારણે લોકોને કોરોનામાં શ્વાસની તકલીફ થઇ એનાથી વધુ આ ધૂળના કારણે થઇ ગઈ છે. અને ખાડા જોતા સવાલ થાય છે કે સ્માર્ટ સિટીની વ્યાખ્યા શું છે?

 

આ પણ વાંચો: Andhra Pradesh: ‘ભાજપને એક કરોડ મત આપો, અમે માત્ર 50 રૂપિયામાં દારૂ આપીશું’, પાર્ટીના પ્રદેશ પ્રમુખે મતદારોને વચન આપ્યું !

આ પણ વાંચો: AMC ની બેદરકારી? અમદાવાદમાં 2 દિવસમાં 178 નવા કોરોના કેસ, છતાં એક પણ વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ નહીં

Next Video