ભારત-પાકિસ્તાન બોર્ડર પર દેશભક્તિનો રંગ જામ્યો, નડાબેટ બોર્ડર પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ, જુઓ Video
બનાસકાંઠાના નડાબેટ બોર્ડર પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નડાબેટ બોર્ડર પર BSFના આઈજી રવી ગાંધીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
સમગ્ર દેશમાં આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો. ત્યારે ભારત અને પાકિસ્તાન બોર્ડર પર દેશભક્તિનો રંગ જામ્યો હતો. બનાસકાંઠાના નડાબેટ બોર્ડર પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નડાબેટ બોર્ડર પર BSFના આઈજી રવી ગાંધીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. સ્વતંત્રતા પર્વને લઈ અનેક દેશભક્તિના કાર્યક્રમ યોજાયા હતા. પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
નડાબેટ બોર્ડર ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો દિયોદર ખાતે 77મા સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો