Patan : રાધનપુરમાં એક જ કલાકમાં પડેલા સાડા ત્રણ ઇંચ વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ

|

Aug 12, 2022 | 7:56 PM

ગુજરાતમાં(Gujarat)હવામાન વિભાગની(IMD)આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં પાટણ(Patan)જિલ્લાના રાધનપુરમાં એક જ કલાકમાં પડેલા સાડા ત્રણ ઇંચ વરસાદના(Monsoon 2022)પગલે જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે

ગુજરાતમાં(Gujarat)હવામાન વિભાગની(IMD)આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં પાટણ(Patan)જિલ્લાના રાધનપુરમાં એક જ કલાકમાં પડેલા સાડા ત્રણ ઇંચ વરસાદના(Monsoon 2022)પગલે જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે. જેમાં બજારમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે. જેના લીધે બજારની તમામ દુકાનો પાણીમાં ગરકાવ થયા છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના સેવા રહી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.તો સૌરાષ્ટના દરિયા કાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી છે. ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.તો બીજી તરફ પોર્ટ પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ લાગવવામાં આવ્યુ છે.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તો દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.જ્યારે દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 28 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

 

 

Published On - 7:53 pm, Fri, 12 August 22

Next Video