Patan: ભારે વરસાદને પગલે વડુ ગામ બન્યુ સંપર્ક વિહોણુ, ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર માટે લોકોને ભારે હાલાકી

|

Aug 19, 2022 | 8:55 PM

Patan: પાટણ જિલ્લામાં બે દિવસમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે ઠેકઠેકાણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. વડુ ગામમાં પણ ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને અવરજવર બંધ થઈ ગઈ છે. લોકો ક્યાંય આવી જઈ શક્તા નથી.

રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ છવાયો છે. અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો અનેક સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જેમાં પાટણ (Patan) જિલ્લાની વાત કરીએ તો વડુ ગામના મુખ્ય ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધસમસતા તેજ પાણીના પ્રવાહને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં વડુ ગામ સંપર્ક વિહોણુ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકોને ગામ બહાર જવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે. ગરનાળાની બંને બાજુએ જમીનનું ધોવાણ થતા ગરનાળાથી ગામનો રસ્તો બંધ કરવો પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે. વડુ ગામના ભયજનક દૃશ્યો સામે આવ્યા છે, જેમાં સતત વરસાદને પગલે પાણીનો ધસમસતો પ્રવાહ (Flood) વહી રહ્યો છે. તેના કારણે જમીનનું ધોવાણ થઈ રહ્યુ છે. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વડુ ગામ સંપર્કવિહોણુ બની ગયુ છે.

પાણીના સતત ધસમસતા પ્રવાહથી જમીનનું ધોવાણ

આપને જણાવી દઈએ પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. જિલ્લામાં અનેક સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે વડુ ગામમાં પણ ગરનાળુ પાણીમાં ગરકાવ થયુ છે અને ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. લોકોને અવરજવર કરવાનો બીજો કોઈ માર્ગ બચ્યો નથી. ત્યારે વડુ ગામ હાલ તો સંપર્ક વિહોણુ બન્યુ છે. જો કે ગામલોકોને તંત્ર દ્વારા હજુ સુધી કોઈ મદદ પહોંચાડવામાં આવી નથી. તંત્રના કોઈ માણસો અહીં જોવા સુદ્ધા આવ્યા નથી.

Published On - 8:53 pm, Fri, 19 August 22

Next Video